રાજકોટ મહાપાલિકા દ્રારા પોલિયો દિવસ નિમિત્તે જન્મથી પાંચ વર્ષ સુધીના કુલ ૬૪,૩૬૩ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવી હતી.
પોલિયો દિવસ અન્વયે શહેરના ૨૩ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મારફત રસીકરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. શહેરના કુલ ૨૩ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મારફત સંચાલિત કુલ ૨૮૦ બુથ પર જન્મથી શ કરીને પાંચ વર્ષ સુધીના કુલ ૬૪,૩૬૩ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવી હતી. રસીકરણ ઝુંબેશમાં કુલ ૧૧૨૦થી વધારે આંગણવાડી વર્કર્સ, હેલ્પર, આશા બહેનો અને નસિગ સ્ટુડન્ટ જોડાયા હતા. વિધાનસભા વાઇઝ યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્રારા ૦ થી ૫ વર્ષના બાળકોને બે ટીપાં પોલિયોનાં પીવડાવી કાર્યક્રમનો શુભારભં કરાવ્યો હતો.
વિધાનસભા–૬૮ (વોર્ડ નં.૩,૪,૫,૬,૧૫,૧૬)માં વોર્ડ નં.૬, કબીરવન સોસાયટી ગાર્ડન, કબીરવન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બાજુમાં, સંતકબીર રોડ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમનો શુભારભં મેયર નયનાબેન પેઢડીયાના હસ્તે દિપ પ્રાગટ દ્રારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજના અને અિશામક દળ સમિતિ ચેરમેન દિલિપભાઈ લુણાગરીયા, કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન કંકુબેન ઉઘરેજા, કોર્પેારેટર પરેશભાઈ પીપળીયા, દેવુબેન જાદવ, કુસુમબેન ટેકવાણી, આર.સી.એચ.ઓ. ડો.લલિત વાંજા, નાયબ આરોગ્ય અધિકારી જાડેજા, મેડિકલ ઓફિસર ડો.હેમાંગ રાવલ, વોર્ડ નં.૬ના પ્રમુખ અંકિતભાઈ દુધાત્રા, વોર્ડના અગ્રણીઓ કાનાભાઈ ઉઘરેજા, સુનિલભાઈ ટેકવાણી, મનસુખભાઈ જાદવ, આરોગ્ય શાખાના કર્મચારીઓ તથા રસીકરણ માટે આવેલ બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
વિધાનસભા–૬૯ (વોર્ડ નં.૧,૨,૮,૯,૧૦)માં વોર્ડ નં.૯, વોર્ડ ઓફિસ, પેરેડાઈઝ હોલની બાજુમાં, અભયભાઇ ભારદ્રાજ કોમ્યુનિટી હોલ સામે યોજાયો હતો. આ કાર્યક્રમનો શુભારભં સાંસદ રામભાઈ મોકરિયા તથા વિધાનસભા–૬૯ના ધારાસભ્ય ડો.દર્શિતા શાહના હસ્તે દિપ પ્રાગટ દ્રારા કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, દંડક મનિષભાઈ રાડીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પૂજારા, ટાઉન પ્લાનિંગ સમિતિ ચેરમેન ચેતનભાઈ સુરેજા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, કોર્પેારેટર ડો.દર્શના પંડા, આશાબેન ઉપાધ્યાય, જીતુભાઈ કાટોડીયા, દક્ષાબેન વસાણી, વોર્ડ નં.૯ ના મહામંત્રી પ્રવિણભાઈ સેગલીયા, વિરેન્દ્રભાઈ ભટ્ટ, શહેર યુવા મોરચા ઉપપ્રમુખ દેવુભાઇ ગજેરા, આરોગ્ય અધિકારી ડો.જે.એલ.વકાણી, આરોગ્ય શાખાના કર્મચારીઓ તથા રસીકરણ માટે આવેલ બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેલ હતા.
વિધાનસભા–૭૦ (વોર્ડ નં.૧૩,૧૪,૧૭)માં વોર્ડ નં.૧૪, કામદાર કલ્યાણ કેન્દ્ર, કોઠારીયા કોલોની, સોરઠીયાવાડી ગાર્ડન પાસે, ૮૦ ફટ રોડ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમનો શુભારભં વિધાનસભા–૭૦ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના હસ્તે દિપ પ્રાગટ દ્રારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં સેનિટેશન કમિટી ચેરમેન નીલેશભાઈ જલુ, કોર્પેારેટર જયશ્રીબેન ચાવડા, વિનુભાઈ ઘવા, કીર્તિબા રાણા, વોર્ડ અગ્રણી વિપુલભાઈ માખેલા, આરોગ્ય શાખાના કર્મચારીઓ તથા રસીકરણ માટે આવેલ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
વિધાનસભા–૭૧ (વોર્ડ નં.૧૧,૧૨,૧૮)માં વોર્ડ નં.૧૨, શ્રી મનસુખભાઈ છાપીયા ટાઉનશીપ, પુનીતનગર ૮૦ ફટ રોડ, તપન હાઇટસ એપા.ની બાજુમાં, વાવડી ખાતે યોજાયો હતો. આ કાર્યકમનો શુભારભં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને ૭૧–વિધાનસભાના ધારાસભ્ય ભાનુબેન બાબરીયાના હસ્તે દ્દિપ પ્રાગટ દ્રારા કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, પૂર્વ મેયર અને વોર્ડ નં.૧૨ના કોર્પેારેટર ડો.પ્રદિપ ડવ, એસ્ટેટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, કોર્પેારેટર મિતલબેન લાઠીયા, દક્ષાબેન વાઘેલા, વિનુભાઈ સોરઠીયા, મહિલા મોરચાના કિરણબેન હરસોડા, વોર્ડ અગ્રણી ચેતન હિરપરા, નટુભાઈ વાઘેલા, નાયબ આરોગ્ય અધિકારી ડો.ઉમંગકિશોર ચૌહાણ, એપેડેમીક ઓફીસર ડો.કડીયાતર, મેડીકલ ઓફિસર ભૂમિ કમાણી, મેનેજર અને પી.એસ.ટુ મેયર વી.ડી.ઘોણીયા, આરોગ્ય શાખાના કર્મચારીઓ તથા રસીકરણ માટે આવેલ બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેલ હતા. સમગ્ર શહેરમાં રસીકરણ કાર્યક્રમમાં કુલ ૬૪,૩૬૩ જેટલા બાળકોને રસી આપવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએલચીના ભાવમાં વધારો: ઉત્પાદન ઘટાડા અને વધતી માંગની અસર
December 19, 2024 12:18 AMવન નેશન-વન ઈલેક્શન બિલ માટે જેપીસીની રચના, અનુરાગ ઠાકુર સહિત આ સાંસદોનો સમાવેશ
December 18, 2024 11:38 PMH1- B Visa Rules: અમેરિકા જનારાઓ માટે સારા સમાચાર! વિઝાના નિયમો બદલાયા
December 18, 2024 11:36 PMમુંબઈમાં બોટ અકસ્માત: નૌકાદળના 3 જવાનો સહિત 13ના મોત, 101નો બચાવ
December 18, 2024 09:52 PMજામનગરના લાખાબાવળ ગામ પાસે રેલવે ટ્રેકમા તિરાડ પડતા મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં ટળી
December 18, 2024 08:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech