રાજકોટ મહાપાલિકા દ્વારા કેકેવી ચોક મલ્ટી લેવલ ઓર બ્રિજની નીચે નિર્માણ કરાયેલા ગેમ ઝોનને વાર્ષિક ફક્ત રૂપિયા બે લાખના ભાડેથી લાણી કરવા માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. ખાતમુહૂર્તના તબક્કેથી જ વિવાદિત બનેલા ગેમઝોનનું સંચાલન સંભાળવા માટે કદાચ કોઈ આગળ ન આવે તો તેવી ભીતિથી પણ મહાપાલિકા તંત્ર એ માસિક ભાડું વસૂલવા ના બદલે વાર્ષિક ભાડું રાખ્યું છે અને તે પણ ફક્ત રૂપિયા બે લાખ જેવી મામૂલી રકમનું ભાડું નક્કી કર્યું છે.
મ્યુનિ.વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, એવી પણ ચર્ચા છે કે કોને કામ આપવું તે અગાઉથી જ નક્કી છે પરંતુ ફોર્માલિટી પૂર્ણ કરવામાં આવી રહી છે ગેમ ઝોનમાં બોક્સ ક્રિકેટ, પુલ, સ્નુકર, કેરમ બોર્ડ, સ્ક્વોશ, પિકલ બોલ, સ્કેટિંગ સહિતની રમતગમતની સુવિધાઓ નિર્માણ કરવામાં આવી છે તેથી જે કોઈ ને વાર્ષિક રૂપિયા બે લાખના ભાડેથી ટેન્ડર મળશે તેમને રોજની એકાદ લાખ રૂપિયાની આવક થાય તેવો પ્રાથમિક અંદાજ છે.
મહાપાલિકા દ્વારા કે.કે.વી. મલ્ટીલેવલ ઓવરબ્રીજ નીચે પરીમલ સ્કૂલ અને આત્મીય કોલેજની સામે ગેમઝોન તૈયાર કર્યુ છે. પરંતુ બન્ને બાજુ સર્વિસ રોડ ઉપર વાહનોની સતત અવર જવર હોવાથી આ ગેમઝોન દુર્ઘટના સર્જી શકે છે તેવો ભય લોકો દ્વારા અને વિપક્ષો દ્વારા પણ ઉભો કરી ગેમઝોન ચાલુ કરવામાં ન આવે તેવી રજૂઆત કરવામાં આવેલ છતાં મહાપાલિકાએ વિવાદીત ગેમઝોન ઉચા ભાડાથી કોઈ નહીં રાખે તેથી રૂા.બે લાખ પ્રતિ વર્ષના ભાડાથી ગેમઝોન ભાડે આપવા માટે ટેન્ડર પ્રસિદ્ધ કર્યુ છે.તેની સામે સંસ્થાને ભાડાની આવક માસિક રૂપિયા એક લાખથી વધુ થવાની સંભાવના જોવાઈ રહી છે. આથી વિવાદના કારણે ગેમઝોન મફતના ભાવે લ્હાણી કરવાની તંત્રને ફરજ પડી છે.
મહાપાલિકાએ કે.કે.વી. હાઈલેવલ બ્રીજ નીચે તૈયાર થયેલ ગેમઝન ભાડે આપવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. આ ગેમઝોનને સ્પોર્ટસ સંકુલ જેવું નામ આપવામાં આવ્યું છે. જેમાં બોક્સ ક્રિકેટ પિકલ બોલ, સ્કેટીંગ, ઈન્ડોર ગેમ્સ, સ્નૂકર ટેબલ, પુલ ટેબલ, ઈલેક્ટ્રીક એર હોકી, ચેસ, કેરમ સહિતની રમતો ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના ફી ના દર પણ મનપા દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. આ ફીના આધારે ગેમઝોન દિવસ અને રાત્રી સુધીમાં સતત ૧૨ કલાક ચાલે તો ભાડે રાખનાર સંસ્થાને અધધધ આવક થવાની સંભાવના જોવાઈ રહી છે. છતાં વિવાદના કારણે અને જવાબદારી ફિક્સ થતી હોય સાવ સસ્તાભાવે ગેમઝોન ભાડેથી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech