જામનગર શહેરમાં મહાનગરપાલિકા ધ્વારા સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરાવવા માટેની છ ટીમો દોડતી કરાવાઈ

  • March 20, 2021 12:45 PM 

પ્રથમ તબક્કામાં સેનેટાઈઝર નો ઉપયોગ કરવા અને માસ્ક પહેરવાની સમજ અપાશે: ત્યાર પછી દંડકિય કાર્યવાહી:  મહાનગરપાલિકા હસ્તકના ૧૨ અર્બન હેલ્થ સેન્ટર પૈકી પ્રત્યેક ૨ હેલ્થ સેન્ટર વચ્ચે એક ટુકડી ને દોડતી કરાવાઈ

જામનગર શહેરમાં કોરોના ના કેસો માં એકાએક ભારે ઉછાળો આવ્યો હોવાથી શહેરીજનો કોરોના ની ગાઈડલાઈન ને અનુસરે  અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે, માસ્ક પહેરીને નીકળે, તે તમામ પ્રક્રિયાઓને અનુસરવા લોકોને સમજ આપવા માટેની ૬ અલગ અલગ ટીમોને દોડતી કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં લોકો માસ્ક પહેરે, સેનીટાઇઝર નો ઉપયોગ કરે, અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેની સમજ આપવામાં આવી રહી છે. ત્યાર પછી દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતિષ પટેલ તેમજ ડેપ્યુટી કમિશનર એ.કે. વસ્તાણી ની રાહબરી હેઠળ આરોગ્ય વિભાગ તેમજ એસ્ટેટ વિભાગ સહીત ની અલગ અલગ છ ટુકડી તૈયાર કરવામાં આવી છે, અને પ્રત્યેક ટુકડીમાં ચાર-ચાર કર્મચારીઓને જોડવામાં આવ્યા છે. જે તમામ છ ટુકડીઓને શહેરના ૧૨ અર્બન હેલ્થ સેન્ટર ના વિસ્તારમાં પ્રત્યેક બે સેન્ટર વચ્ચે એક ટુકડીને દોડતી કરવામાં આવી છે.

 ગઇકાલથી જ શહેરીજનો કોરોના ની ગાઈડલાઈન નું ચુસ્તપણે પાલન કરે તેની અમલવારી કરાવવાનું શરૂ કરી દેવાયું છે. પ્રાથમિક તબક્કામાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને વિના કારણે ઘરથી બહાર ન નીકળે અને મોઢે માસ્ક પહેરે, વગેરે બાબતે સમજણ આપવામાં આવી રહી છે. વેપારીઓને પણ સેનીટાઇઝર નો ઉપયોગ કરીને લોકોનું સોશિયલ ડિસ્ટન્સ જળવાયેલું રહે, તેનું પાલન કરે તેવી સમજ આપવામાં આવી રહી છે.

 ત્યાર પછી પણ જો લોકોમાં સાવચેતી નહીં રહે, તો દંડકીય કાર્યવાહી શરુ કરી દેવામાં આવશે. જામનગર શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણ ને લઈને મહાનગરપાલિકાના તંત્ર દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને વિના કારણે ઘરથી બહાર નહીં નીકળવા અપીલ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS