ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની અધિસુચના અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે થીમેટીક દિવસ તરીકે ઉજવણી કરવા વોકાથોનનું આયોજન કરેલ છે. આ વોકાથોનનું ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહના વરદ્દ હસ્તે ફ્લેગ ઓફ કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયાના ઉપસ્થિત રહેશે.
ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા સંયુક્ત યાદીમાં જણાવે છે કે, ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની અધિસુચના અન્વયે મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે થીમેટીક દિવસ તરીકે ઉજવણી કરવા વોકાથોનનું આયોજન તા.૧૩ સોમવારના રોજ સવારે ૦૭:૦૦ કલાકે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે, બહુમાળીભવન ચોક, રેસકોર્ષ રિંગ રોડ ખાતેથી ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહના વરદ્દ હસ્તે ફ્લેગ ઓફ કરી, શુભારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના ઉપસ્થિત રહેશે.
શહેરના નાગરીકો નોન મોટરાઈઝ્ડ વ્હીકલથી જાગૃત થાય, નિરોગી રહે, સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા રામહાનગરપાલિકા દ્વારા “વોકાથોન”નું આયોજન કરેલ છે. આ વોકાથોનમાં વધુને વધુ શહેરીજનોને લાભ લેવા તથા લાભ લેનાર નાગરિકોને પ્રોત્સાહિત કરવા શહેરીજનોને ઉમટી પડવા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા અનુરોધ કરવામાં આવે છે