BREAKING NEWS

ફન બ્લાસ્ટ આગકાંડ: રાજકોટના તમામ ગેમઝોનમાં તપાસ કરવા મનપાનો આદેશ

  • April 30, 2026 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના ફન બ્લાસ્ટ ગેમઝોનમાં તા.૨૮ એપ્રિલે લાગેલી આગ બાદ હવે ફાયર બ્રિગેડએ રાજકોટ શહેરમાં કાર્યરત તમામ ૭ ગેમઝોનમાં ફાયર સેફટીનું સઘન ચેકીંગ કરવા ચીફ ફાયર ઓફિસરે આજે બપોરે આદેશ જારી કર્યો હતો.

વિશેષમાં ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે કમિશનરના પરીપત્ર મુજબ આગ લાગે તે દરેક સંકુલને નોટિસ આપવાની હોય છે તે મુજબ ફન બ્લાસ્ટ ગેમઝોનને પણ નોટિસ અપાઈ હતી. નોટિસના અનુસંધાને ફન બ્લાસ્ટ ગેમઝોનએ તેની પાસે રહેલું ફાયર એન.ઓ.સી. રજૂ કર્યું હતું તેમજ ગેમઝોન ખાતે ફાયર સેફ્ટીના સાધનો પણ ઉપલબ્ધ હતા. દરમિયાન ઇલેક્ટ્રિક વાયરમાં સ્પાર્ક થવાથી આગ લાગ્યાનું પ્રાથમિક તપાસમાં જણાતા હવે ફન બ્લાસ્ટ ગેમ ઝોનને તેના સંપૂર્ણ ઇલેક્ટ્રિક વાયરીંગનો ઓથોરાઇઝ્ડ પર્સન/ માન્ય સર્વેયર પાસે સર્વે કરાવી તેનો રિપોર્ટ ફાયર બ્રિગેડમાં રજૂ કરવા આદેશ કરાયો છે. આ ઉપરાંત હાલ સ્કૂલ વેકેશનનો સમય હોય અને નાગરિકો બાળકો સાથે સહ પરિવાર ગેમઝોનમાં ફરવા જતા હોય અન્યત્ર ક્યાંય પણ દુર્ઘટના ન બને તેવી તકેદારી રાખીને શહેરમાં કાર્યરત તમામ સાત ગેમઝોનમાં ફાયર સેફ્ટી અંગે તપાસ કરવા આદેશ કરાયો છે.


વેકેશનના સમયમાં ગેમઝોનમાં ધૂમ ટ્રાફિક

રાજકોટ શહેરની અનેક શાળાઓમાં હાલ ઉનાળુ વેકેશન પડી ગયું છે, અમુક શાળાઓમાં ટૂંક સમયમાં વેકેશન પડશે. વેકેશનના કારણે ગેમઝોન સહિતના તમામ ફરવાલાયક સ્થળોએ શહેરીજનો ઉમટી રહ્યા છે. ગેમઝોનમાં ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application