મનપા કેકેવી બ્રિજ ગેમઝોન રદ કરે: કોંગ્રેસે આંદોલન છેડ

  • January 25, 2025 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@aajkaalઆજકાલ પ્રતિનિધિ
રાજકોટ
રાજકોટ મહાપાલિકા દ્રારા શહેરના કાલાવડ રોડ ઉપર કેકેવી મલ્ટી લેવલ બ્રિજ નીચે પરિમલ સ્કૂલ અને આત્મીય કોલેજ વચ્ચે નિર્માણ કરવામાં આવી રહેલા ગેમઝોન સામે રાજકોટ શહેર કોંગ્રેસએ આંદોલન છેડું છે. જો અહીં ગેમઝોન બનાવાશે તો ટ્રાફિક અને પાકિગની ભયંકર સમસ્યા સર્જાશે તેમ જણાવી વિપક્ષએ ઉમેયુ હતું કે ગેમઝોન સામે વિરોધ નથી પરંતુ બ્રિજ નીચે ગેમઝોન બનાવવામાં આવી રહ્યો છે તેની સામે વિરોધ છે. જો તા.૨૯ સુધીમાં બ્રિજ નીચેનો ગેમ ઝોન રદ કરવામાં નહીં આવે તો ધરણા શ કરાશે.
વિશેષમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, કાલાવડ રોડ પર બ્રિજ નીચે જોખમી ગેમ ઝોન પ્રોજેકટ રદ કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સુપ્રત કર્યા બાદ આ અંગે કોઇ જાતનો પ્રત્યુતર ન મળતા આજે કાલાવડ રોડ ઉપર ગેમ ઝોનની પાસે રાજકોટ શહેર કોંગ્રેસ દ્રારા સવારથી જ લોકોના, વેપારીઓના, વિધાર્થીઓના અવરજવર કરતા શહેરીજનોના બ્રિજ નીચેના ગેમ ઝોન સાકાર થવો જોઇએ કે નહીં તે અંગેના અભિપ્રાયો મેળવવામાં આવેલ હતા તેમાંથી ૯૮ ટકા લોકો ગેમ ઝોન બ્રિજ નીચેની બદલે અન્ય સ્થળે બને તે જરી છે તેમ જણાવ્યું હતું. મ્યુનિ. કમિશનર સાઇટ વિઝીટ કરી લોકોના વેપારીઓના અને આજુબાજુના રહેવાસીઓના અભિપ્રાયો મેળવી અને ગેમ ઝોનનો પ્રોજેકટ રદ કરે તે જરી છે.
આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્રારા ગેમ ઝોનનો પ્રોજેકટ રદ કરવા અંગે આંદોલનના શ્રી ગણેશ કરતા જુદી જુદી ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં અને વેપારીઓ પાસે વિધાર્થીઓ અને સ્થાનિક રહેવાસીઓ પાસે અભિપ્રાય અંગેના ફોર્મ ભરાવી કલેકશન કરેલ હતું. અને રાજકોટના કોઇ પણ નગરજનો પોતાનો અભિપ્રાય આ ગેમ ઝોન અંગે આપવા માગતા હોય તો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્રારા સાથે રહેલ ફોર્મ ભરી અને હેલ્પલાઇન નંબર ૮૩૨૦૪ ૧૩૪૪૮ ઉપર પણ પોતાનો અભિપ્રાય કોંગ્રેસ સમિતિને મોકલી આપી શકે છે. લોકોના કહેવા મુજબ પ્રોજેકટ અંગે શાસકોએ બ્રિજ નીચે ગેમ ઝોનનો પ્રોજેકટ શ કર્યેા તેની સામે સ્થાનિક રહીશોમાં પણ આક્રોશ છે. લોકોની નારાજગી હોવા છતાં ગેમ ઝોન બની રહ્યો છે. તે પ્રોજેકટ રદ કરવા અંગે તબક્કા વાર કાર્યક્રમો રાજકોટ શહેર કોંગ્રેસ દ્રારા જાહેર કરવામાં આવશે. આગામી તા.૨૯ને બુધવારે સવારે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ તેમજ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાશે અને પ્રોજેકટ રદ કરવા અંગે સૂત્રોચાર કરશે.
ઉપરોકત કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ રાજાણીની આગેવાનીમાં વશરામભાઇ સાગઠીયા, મહેશભાઇ રાજપુત, ડો.હેમાંગ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, નરેન્દ્રભાઈ સોલંકી, ધરમભાઇ કામ્બલિયા, અશોકસિંહ વાઘેલા, મેઘજીભાઇ રાઠોડ, દીિબેન સોલંકી, નયનાબા જાડેજા, રવજીભાઇ ખીમસુરીયા, ગોપાલભાઈ અનડકટ, વશરામભાઇ ચાંડપા, ગોવિંદભાઈ સભાયા, જલ્પેશ વાઘેલા, સલીમભાઇ કારિયાણી, હેમલ પેશીવાડીયા, પ્રભાતભાઇ ડાંગર, સંજયભાઈ લાખાણી, કૃષ્ણદત રાવલ, જીતુભાઇ ઠાકર, રસિકભાઈ ભટ્ટ, હિંમતભાઇ મયાત્રા, જગદીશભાઇ ડોડીયા, અશોકભાઇ વાળા, હીરાલાલ પરમાર, જયંતીભાઈ હિરપરા, રણજીત મુંધવા, પ્રવીણભાઈ દેસાઈ, અમિતભાઈ ઠાકર, દેવેન્દ્રસિંહ રાણા, ગોપાલભાઈ મોરવાડિયા, પાસવાન, બીપીનભાઇ રાઠોડ, ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application