રાજકોટના નવ નિયુકત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્રારા પ્રજાના રોજિંદા કામો અને ફરિયાદોના ઝડપી નિકાલ થાય તે માટે વિઝીટર ડેસ્ક શ કરવામાં આવ્યું છે. દર સોમવાર અને ગુવારે નાગરિકો આધાર કાર્ડ, મોબાઈલ નંબરના આધારે ફરિયાદ નોંધાવી શકે છે. આ અભિગમના ઝડપી અને અસરકારક પડઘા પડા છે. અરજદારોની વિગત નોંધાયએ સાથે સીધો મેસેજ અને વોર્ડમાંથી અધિકારીઓના ફોન આવવા લાગ્યા છે. છેલ્લા ૧૧ દિવસમાં ૬૫ નાગરિકે આ સેવાનો લાભ લીધો હતો.
વિઝીટર ડેસ્કની ઉપરોકત વ્યવસ્થામાં વ્હાઇટ ચેનલમાં ૧૫ લોકોની મુલાકાત તત્કાલ નિકાલ થઇ છે. યલો ચેનલમાં ૧૮ ફરિયાદો મહિનામાં ઉકેલાઈ જવાની ખાત્રી મળી છે. તો ૧૫ રજુઆતો નીતિ વિષયક હોય રેડ ચેનલમાં મૂકી હવે નિર્ણય લેવા ખાત્રી અપાઈ છે. આઠ અરજીઓમાં કામ નિયમ મુજબ થઈ શકે તેવું ન હોય અરજદારને સ્પષ્ટ્ર જવાબ અપાય છે. આમ ફરિયાદ, રજુઆત ના નિકાલ ફટાફટ થઈ રહ્યા છે. આમ હાલ આ સેવાના પ્રારંભિક સારા પરિણામો મળ્યા છે.
સામાન્ય રીતે કોઈ પણ વ્યકિત પોતાની ફરિયાદ, રજૂઆત વગેરે માટે સરકારી કચેરીમાં આવે તો એક ટેબલથી બીજા ટેબલ ધક્કા ખાતો ફરે છે. રાજકોટ મહાનગર પાલિકા દ્રારા કમિશ્નર વિભાગ દ્રારા આ સમસ્યાના સમાધાન પે ગુડ ગવર્નન્સના અભિગમથી પ્રેરિત વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમની શઆત તા.૧૬ જાન્યુઆરી, ૨૦૨૫થી કરવામાં આવી છે. આ સિસ્ટમ અન્વયે અઠવાડિયામાં સોમવાર અને ગુવારના રોજ બપોરના ત્રણ થી પાંચના સમય દરમિયાન કોઈ પણ વ્યકિત મ્યુનિસિપલ કમિશ્નરને પોતાની રજૂઆત–ફરિયાદ કરી શકે છે.
વિઝિટર મેનેજમેંટ સિસ્ટમ એ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રણાલી છે. જે હેઠળ રાજકોટ મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશ્નરને મળવા આવતા નાગરિકોની વિઝિટર ડેસ્ક પર મોબાઈલ નંબરની મદદથી રજૂઆતફરિયાદ સમજીને તેની નોંધણી કરવામાં આવે છે. આ વેબ બેડ સિસ્ટમમાં નાગરિકોની રજૂઆતની વિભાગ અને સમસ્યાના આધારે વિગતે નોંધણી કરી અરજદારને ટોકન આપવામાં આવે છે. ત્યારબાદ તેમને કમિશ્નર શ્રીને મળી પોતાની રજૂઆત બ કરવા માટે વેઇટિંગ એરિયામાં બેસાડવામાં આવે છે. અરજદારનો મળવાનો સમય આવે તે પહેલા રજૂઆતની નોંધણી બાદ સંબંધિત જવાબદાર અધિકારીને પણ તેનો જવાબ રિયલ ટાઈમ જવાબ આપવાનો રહે છે. જે મુજબ રજૂઆતને અનુસંધાને તેને વિવિધ ચેનલમાં વર્ગીકૃત કરવામાં આવે છે. જેમ કે ગ્રીન, યેલો, રેડ, બ્લેક અને વ્હાઇટ ચેનલ. ૧૫ દિવસની સમય મર્યાદામાં નિકાલ કરવા લાયક રજૂઆતોને ગ્રીન ચેનલમાં વર્ગીકૃત કરવામાં આવે છે. યેલો ચેનલમાં ૩૦ થી ૪૫ દિવસની સમય મર્યાદામાં રજૂઆતનો નિકાલ કરવા બાબત મૂકવામાં આવે છે. નીતિ વિષયક બાબતો માટે રેડ ચેનલ એલોકેટ કરવામાં આવે છે. શુભેચ્છા મુલાકાત, આમંત્રણ વગેરે જેવા કિસ્સામાં વ્હાઇટ ચેનલ આપવામાં આવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech