રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ આજી નદીમાં તથા નદીકાંઠાના વિસ્તારમાં કયુલેક્ષ મચ્છરોનો ઉ૫દ્રવ રહે છે. કયુલેક્ષ મચ્છતર મેલેરિયા, ડેન્યુ જેવા રોગ ફેલાવતા નથી ૫રંતુ કયુલેક્ષ મચ્છરની ઘનતા વઘવાને કારણે નદીકાંઠાના વિસ્તાર મચ્છરના ઉ૫દ્રવની ફરિયાદ વધુ રહે છે. આ ફરિયાદના અનુસંધાને તાજેતરમાં રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા અને મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ રામનાથ પરા પુલ વિસ્તારની સાઇટ વિઝીટ કરી હતી. આ તકે મચ્છર તથા પોરાના નાશ માટે આજી નદીમાં ડ્રોન દ્વારા દવા છંટકાવ કરવા કમિશનર સુમેરાએ આદેશ કર્યો હતો.
મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ મચ્છર ન્યુસન્સ અને મચ્છરની ઉત્પતિ અટકાવવા આરોગ્ય શાખા મારફત ફોગિંગની કામગીરી શરૂ કરાવી હતી. સાથોસાથ આજી નદીની રૂબરૂ મુલાકાત દરમિયાન કમિશનરએ મચ્છર તથા મચ્છરના પોરાના નાશ માટે આજી નદીમાં ડ્રોન દ્વારા દવા છંટકાવ કરવા જરૂરી સૂચના પણ આપી હતી.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા રેલનગર માઘા૫ર પાસે આવેલા બેડી ચોકડીવાળા મોરબી હાઇવેના પુલ પાસેના વિસ્તારમાં મુલાકાત કરવામાં આવેલ. જેમાં નાયબ કમિશનર મહેશ જાની, નાયબ કમિશનર હર્ષદ પટેલ, આરોગ્ય અઘિકારી, પર્યાવરણ ઇજનેર, બાયોલોજીસ્ટ, નાયબ ૫ર્યાવરણ ઇજનેર તથા અન્ય સ્ટાફ ૫ણ જોડાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયત-આરોગ્ય શાખાને રાજકોટ મહાપાલિકા દ્વારા ફાયર ફાઇટરની ફાળવણી કરેલ જેમાં જીલ્લા પંચાયત દ્વારા ફાયર ફાઇટર દ્વારા બેડી ગામ માર્કેટિંગ યાર્ડ પાછળ નદીમાં દવાનો છંટકાવ કરવામાં આવેલ છે. જ્યારે રેલનગર પાછળ પોપટપરાના નાલા પાસે પણ ફાયર ફાઇટર દ્વારા આજી નદીમાં દવાનો છંટકાવ કરાયો હતો.
હાલમાં રાજકોટ શહેરમાં ત્રણેય ઝોનમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન દ્વારા ફોગીંગ કરાવવા કમિશનરશ્રીએ આરોગ્ય શાખાને આપેલી સૂચના અનુસાર હાલમાં આ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પુખ્ત મચ્છર તથા મચ્છરના પોરાના નાશ માટે ડ્રોન દ્વારા નદીમાં દવા છંટકાવ કરવા જરૂરી કાર્યવાહી હાથ ધરવા માટે પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા અધિકારીઓને સૂચના આપી હતી.
આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા રામનાથ૫રાના પુલ પાસેની સ્થળ મુલાકાત પણ લીધી હતી. આ સ્થળ મુલાકાત દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા પણ જોડાયા હતા. સ્થળ મુલાકાત દરમ્યાન નદીમાં આવતા ગેરકાયદેસર ડ્રેનેજ કનેકશન બંઘ કરાવવા સંબંઘિત વિભાગને સુચના આ૫વામાં આવી હતી તથા નદીમાંથી સોલિડ વેસ્ટ તથા બાંઘકામ વેસ્ટનો નિકાલ કરી સ્થગિત પાણીનો પ્રવાહ ચાલુ કરાવવા સંબંઘિત વિભાગને સુચના આ૫વામાં આવી હતી.
મ્યુનિસિપલ કમિશનર દ્વારા વોર્ડ નં.૩માં પો૫ટ૫રાના નાલા પાસે વોકળા સફાઇ માટે વોકળાગેંગને વોકળા સફાઇ કર્યા બાદ રબીશ તથા કચરાનો તરત જ યોગ્ય સ્થળે નિકાલ કરાવવો તથા રેલનગર ખાતે સાઘુવાસવાણી કુંજ રોડ ૫ર જરૂરી સફાઇ માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અઘિકારીને સુચનો કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech