પોલીસ વડા પ્રેમસુખ ડેલુને પત્ર લખીને તાત્કાલીક કાર્યવાહી કરવા કરી માંગ
જામનગર મહાનગરપાલિકાના સીટી ઇજનેર ભાવેશ જાની પાસે ખોટા કામ કરાવવા, ધમકી આપવી અને માનસિક ત્રાસ આપીને ખોટી ફરિયાદ કરવામાં આવે છે તે અંગે જેએમસી ટેકનીકલ યુનિયન દ્વારા મ્યુ.કમિશ્નરને તા.૨૮ના રોજ આવેદનપત્ર મળતાં તાત્કાલીક અસરથી હવે મ્યુ.કમિશ્નરે ખુદ આ પ્રકરણમાં જિલ્લા પોલીસ વડાને એક પત્ર લખીને તાત્કાલીક અસરથી પૂર્વ કોર્પોરેટર સામે કડકમાં કડક પગલા લેવા માંગણી કરતો એક પત્ર જિલ્લા પોલીસ વડાને લખ્યો છે. આમ હવે આ પ્રકરણમાં ખુદ મ્યુ.કમિશ્નર પણ મેદાનમાં આવ્યા છે.
આ પત્રમાં જણાવાયું છે કે, મહાનગરપાલિકાના સીટી ઇજનેર ભાવેશ નટવરલાલ જાની તેમની ચેમ્બરમાં ફરજ બજાવી રહ્યા હતાં ત્યારે કોર્પોરેટરના પતિ દ્વારા ખોટી ફાઇલમાં સહી કરવા અંગે ચેમ્બરમાં આવીને ધાક-ધમકી આપી, અસભ્ય વર્તન કરી એટ્રોસીટીના કાયદાનો ખોટો ઉપયોગ કરીને ફસાવી દેવા તેમજ ખંડણી માંગવા સહિત ગેરવર્તન કરવામાં આવેલ એ બાબતે સીટી ઇજનેર ભાવેશ જાનીએ સીટી-એ પોલીસ સ્ટેશનમાં ધોરણસરની એફઆઇઆર પણ કરી હતી આ કિસ્સા સિવાય પણ મહાનગરપાલિકાના ટેકનીકલ યુનિયનના કર્મચારીઓ પોતાની ફરજ બજાવતા હોય તે દરમ્યાન ફીલ્ડ કે ઓફીસમાં અવારનવાર યેનકેન પ્રકારે ધમકીનો ભોગ બનતા હોય છે જેનાથી કર્મચારીઓના આરોગ્ય અને કૌટુંબીક જીવન ઉપર બહુ વિપરીત અસર થતી હોય છે જે ઘ્યાને લઇને આ પ્રકારની ઘટના ન બને તે માટે આવા તત્વો સામે સખત પગલા લેવા અમને રજૂઆત કરવામાં આવી હતી અને યુનિયનની રજૂઆતને ઘ્યાનમાં લઇને આપ તાત્કાલીક કાર્યવાહી કરશો તેવું મ્યુ.કમિશ્નરે પત્રમાં જણાવ્યું છે.
બીજી તરફ ગઇકાલે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને અન્ય અધિકારીઓ સમક્ષ ટેકનીકલ યુનિયનના કેટલાક સીનીયર સભ્યોએ પૂર્વ નગરસેવક દિપુ પારીયા સામે તાત્કાલીક કડક પગલા લેવા માંગણી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech