રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્રારા માનવીય અભિગમ અપનાવીને હાલ કડકડતી ઠંડીમાં ધ્રુજતા ઘરવિહોણા લોકો માટે સ્પેશ્યલ ડ્રાઇવ હાથ ધરી તેમને રેન બસેરામાં ખસેડવામાં આવી રહ્યા છે અને ત્યાં આગળ તેમને ભોજન તેમજ પહેરવા ઓઢવા ગરમ કપડાં આપવામાં આવી રહ્યા છે. શહેરમાં કોઈ પણ સ્થળે આવા ઘરવિહોણા લોકો નજરે પડે તો મહાપાલિકાને જાણ કરવા કમિશનરએ અનુરોધ કર્યેા છે.
હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે. ખાસ કરીને રાત્રીના સમયે ઠંડીનું પ્રમાણ વધુ અનુભવાય છે. આવી પરિસ્થિતિમાં રાજકોટ શહેરમાં ઘરવિહોણા લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા જુદાજુદા વિસ્તારોમાં આશ્રયસ્થાનની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવેલી છે. દિનદયાળ અંત્યોદય યોજના–રાષ્ટ્ર્રીય શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ કાર્યરત્ત આ આશ્રયસ્થાન (રેનબસેરા) ઘરવિહોણા લોકોનેકાયમ રક્ષણ આપી રહેલ છે. આ આશ્રયસ્થાનમાં એકલા પુષો, એકલી મહિલાઓ તેના આશ્રિત સગીર બાળકો, વૃધ્ધો, નિરાધાર લોકોને આશ્રય આપવામાં આવે છે. આશ્રયની સાથો સાથ પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત સુરક્ષા–સલામતી, આરોગ્ય, શિક્ષણ થકી પ્રતિા ભયુ જીવન જીવી શકે તે માટે પ્રયત્નો કરવામાં આવે છે આ માટે હાલ ઠંડીની ઋતુ હોયરાજકોટ મહાનગરપાલિકાની ટીમ રાત્રીના સમયે નિયમિત રીતે શહેરના મુખ્ય માર્ગેા, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન તથા યાં જાહેર માર્ગેા પર લોકો જોવા મળે છે તેવા લોકોને મળી શહેરમાં કયા કયા વિસ્તારમાં આશ્રયસ્થાનોની સુવિધા ઉપલબ્ધ છે તેની માહિતી આપે છે અને ઈચ્છુક લોકોને આશ્રયસ્થાન સુધી પહોંચાડે પણ છે. રાજકોટ મહાનગરપાલિકા હવે પોતાના આ અભિયાનમાં અન્ય નાગરિકોની પણ સહાયતા લેવા આગળ ધપી રહી છે. જેમાં શહેરના નાગરિકો પોતાના રહેઠાણ કે વ્યવસાય સ્થળની આસપાસ, શહેરમાં જાહેર માર્ગેા પરની ફટપાથ ઉપર કે અન્ય કોઈ પણ જગ્યાએ ઘરવિહોણા લોકો જોવા મળે તો નાગરિકો તેમને ઉપલબ્ધ નિ:શુલ્ક આશ્રયસ્થાનની સુવિધાઓ વિષે સમજાવે અને જો આવા લોકો આશ્રયસ્થાન ખાતે આવવા ઇરછા ધરાવતા હોય તો રાજકોટ મહાનગરપાલિકાને કોલ સેન્ટરના ફોન ન.ં ૧૫૫૩૦૪ ઉપર માહિતી આપે તેવો જાહેર અનુરોધ કરવામાં આવે છે. કોલ સેન્ટરના ફોન ન.ં ૧૫૫૩૦૪ ઉપર જાહેર જનતા પાસેથી આશ્રયસ્થાનમાં આવવા ઇરછુક લોકોની માહિતી મળ્યે રાજકોટ મહાનગરપાલિકાની ટીમ સવારે ૦૬:૦૦ વાગ્યાથી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી ઘર વિહોણા લોકોને બ મળી તેઓને આશ્રયસ્થાનો ખાતે સ્થળાંતરિત કરશે
ઘર વિહોણા લોકો માટે મ્યુનિ. આશ્રયસ્થાનો
આશ્રય સ્થાન વ્યકિત ક્ષમતા
ભોમેશ્વર આશ્રયસ્થાન ૪૮
રામનગર આશ્રયસ્થાન ૪૦
આજી ડેમ આશ્રયસ્થાન ૧૦૦
મરચાપીઠ આશ્રયસ્થાન ૬૦
શાળાનં.૧૦ આશ્રયસ્થાન ૪૦૦
કુલ ક્ષમતા ૧૦૪૮ વ્યકિતઆશ્રયસ્થાનોમાં ઉપલબ્ધ સુવિધાઓ
–પૂરતા હવા ઉજાસ વાળા ખંડ, તથા લાઈટીંગ તથા પંખા
–વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા
–પીવાના પાણીની વ્યવસ્થા
–સ્નાન તથા શૌચાલયની પુરતી વ્યવસ્થા
–ભાઈઓ તથા બહેનો માટે અલગ રહેવાની વ્યવસ્થા
–ચાદરો તથા ઓછાડની નિયમિત સફાઈ
–પ્રાથમિક સારવાર કીટ તથા હેલ્થ ચેકઅપ કેમ્પ
–અન્ય મળવાપાત્ર વિવિધ સરકારી યોજનાઓનો લા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરિલાયન્સ આંધ્રપ્રદેશમાં 500 સીબીજી પ્લાન્ટ્સ સ્થાપી નવું સીમાચિન્હ સ્થાપશે
April 04, 2025 11:48 AMજામનગર: ધ્રોલના સુમરા ગામના બનાવ અંગે પરિજને વિગતો આપી
April 04, 2025 11:47 AMજામનગરમાં શ્રી હાટકેશ્વર મહાદેવનો દ્વિ-દિવસીય પાટોત્સવનું આયોજન
April 04, 2025 11:45 AMઆ રાશિના લોકોએ આજે નાણાકીય વ્યવહારો ન કરવા જોઈએ, જરૂરી કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે
April 04, 2025 11:42 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech