મુન્દ્રા પોલીસ કસ્ટડીમાં ગઢવી સમાજના બે યુવાનોના મૃત્યુ મામલે ગઢવી સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આ ગુનામાં આરોપી મનાતા સમાઘોઘા પૂર્વ સરપંચને લોનાવાલાથી પોલીસે ઝડપી લીધો હતો
આ કસ્ટોડિયલ ડેથના ગુનામાં એક પછી એક આરોપીને ઝડપી લેવામાં પોલીસ સફળ રહી છે સમાઘોઘા પૂર્વ સરપંચ જયવિરસિંહ વિક્રમસિંહ જાડેજાને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને પશ્ચિમ કચ્છ પોલીસની ટીમ દ્વારા લોનાવાલાથી ઝડપી પાડયો હતો
કચ્છના બહુચર્ચીત એવા મુન્દ્રા પોલિસ દમનથી બે યુવાનોના મોત મામલે ધીમેધીમે પણ તપાસ આગળ વધી રહી છે. જો કે બે યુવાનોના મોત માટે જવાબદાર એવા 3 કોન્સ્ટેબલ હજુ પોલિસની ગીરફ્તમાં આવ્યા નથી. પરંતુ એક જી.આર.ડી જવાન અને કોન્સ્ટેબલની ગીરફ્તારી પછી હવે પુર્વ સરપંચ પોલિસની ગીરફ્તમા આવી ગયો છે. તપાસ કરી રહેલી પચ્છિમ કચ્છ પોલિસની એક ટીમે બાતમીના આધારે લોનાવાલા ગેસ્ટહાઉસમાંથી તેની અટકાયત કરી છે આમતો આ મામલે પહેલાથી ચોરીના શંકાસ્પદ ગુન્હાઓમાં 3 યુવાનોને લાવ્યા બાદ તેના પર દમન ગુજારાયો હોવાનો સીધો આરોપ પોલિસ ચોપડે નોંધાયો છે. પરંતુ સમાજ અને પરિવારે જમીન વિવાદમાં કોઇના ઇશારે પોલિસે આ કૃત્ય કર્યુ હોવાનુ દ્રઢ પણે જણાવી રહી છે. તો પુર્વ સરપંચ જયવિરસિંહ જાડેજા સામે એજ બાબતને લઇને પાછળથી ગુન્હામા ફરીયાદ નોંધવામાં આવી છે ત્યારે જયવિરસિંહની ધરપકડ બાદ ખરેખર તેમાં કોઇ જમીન મામલો કારણભુત છે અને છે તો પુર્વ સરપંચની શુ ભુમીકા છે. તેની ઉંડાણ પુર્વકની તપાસ પચ્છિમ કચ્છ પોલિસ હવે કરવામાં આવશે તેમ મનાય રહ્યુ છે