મ્યુનિ. કમિશનરને કેમ સસ્પેન્ડ કરતા નથી? હાઈકોર્ટ

  • May 27, 2024 04:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ અગ્નિકાંડના પગલે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો સુનાવણી શરૂ કરવામાં આવી હતી લગભગ સાડા ચાર કલાક ચાલેલી આ સુનાવણી બાદ હાઇકોર્ટે તત્રં વાહકો સામે વેધક સવાલો ઉઠાવ્યા છે આવી દુર્ઘટના સામે હાઇકોર્ટે લાલ આખં કરી છે અને સરકાર પાસે હિસાબ માંગ્યો છે આ માટે ત્રીજી જૂને કોર્ટમાં જવાબ રજૂ કરવાના આદેશ થયા છે ફાયર એનઓસીના મામલે સરકારને ઉધડો લીધો છે. રાયમાં છેલ્લ ા ચાર વર્ષ દરમિયાન થયેલી દુર્ઘટનાઓને લઈને કેટલા લોકોના મોત નિપજયા છે તેમજ તંત્રએ શું કયુ આ સાથે રાજકોટ ગેમ ઝોન માં ફાયર એનઓસી ન હોવાનો સરકારે કોર્ટમાં સ્વીકાર કર્યેા છે.તો આ મામલે હાઇકોર્ટ દ્રારા રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે સસ્પેન્ડ કેમ કરવામાં આવતા નથી તેવો વેધક સવાલ પણ પૂછવામાં આવ્યો છે. અને જણાવ્યું હતું કે જો તમામ નિયમો નું પાલન થયું હોત તો આવી દુર્ઘટના સર્જાઈ જ ન હોત.


તત્રં ની ધોર બેદરકારીના કારણે આ અિકાંડ સર્જાયો છે અને આ બેદરકારી રાજકોટ મહાનગરપાલિકાની છે. અમદાવાદ સહિત રાયમાં ધમધમી રહેલા ગેમ ઝોન ના મામલે સરકાર અજાણ છે કે કોઈ પગલાં લેવા માંગતી નથી તેને લઈને ઉંધડો લેવાયો છે. આ સાથે આનદં મેળા અને પંડાલમાં ચાલતા મેળાની પણ તપાસ કરવા જણાવ્યું હતું.
અિકાંડના મામલે વકીલ એસોસિએશનના સિનિયર વકીલ અમિત પંચાલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે ફાયર સેટી વગર ગેમ ઝોન ધમધમી રહ્યા છે ફાયર સેટીને લગતા જજમેન્ટ કોર્ટ રેકોર્ડ ઉપર લીધા છે રાજકોટમાં આગ માટે આરએમસી સહિતનું તત્રં જવાબદાર છે પાકિગ સ્પેસ ફાયર સેટી નો અભાવ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું. રાજકોટ મહાનગરપાલિકા એ ધ્યાન રાખ્યું નથી કે ગેમઝોનને મંજૂરી આપવા અંગે કોઈ જોગવાઈ નથી રાજકોટના ચીફ ફાયર ઓફિસરે કેવું છે કે એનઓસી માટે કોઈ અરજી મળી નથી ટેમ્પરરી સ્ટ્રકચર માટે હજુ કોઈ નિયમ નથી રાય સરકાર આગના મુદ્દે ગંભીરતા લેવાની જરૂર છે કલેકટર ફાયર ઓફિસર મહાનગરપાલિકા સહિતના અધિકારીઓની બેદરકારીથી આગનીકાંડ સર્જાયો છે તક્ષશિલા અિકાંડ શ્રેયસ હોસ્પિટલ અિકાંડ માટે તત્રં ઉંઘતું ઝડપાયું છે અને તત્રં બેદરકાર રહ્યું છે.

વકીલ એસોસિએશન તરફથી હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે રાજકોટ અગ્નિકાંડ હત્યા સમાન કહેવાય એકવારની દુર્ઘટના નથી સુપ્રીમ કોર્ટ આદેશ અને નિર્દેશકા સ્થિતિ બેદરકારીની છે આ અિકાંડમાં લોકોની હત્યા થઈ છે અધિકારીઓ સામે કડક પગલાં લેવાયા નથી. નાના અધિકારીને સસ્પેન્ડ કરીને માત્ર દેખાડો કરવામાં આવી રહ્યો છે કોર્ટમાં આદેશ છતા નિયમોનું પાલન કરવામાં તત્રં સદંતર નિષ્ફળ રહ્યું છે.

હાઇકોર્ટ દ્રારા આ સમગ્ર બનાવને માનવસર્જિત ઘટના ગણાવવામાં આવી છે અને ૨૮ જિંદગીના મામલે સુઓમોટો હાથમા લીધો હતો. આ મામલે રવિવારના દિવસે પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી આજે ફરી આ કેસની સુનાવણી હાથ ધરાઈ હતી જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવીને એમ દેસાઈની ખંડપીઠે સમક્ષ આ સુનાવણી થઈ હતી આ અિકાંડને માનવસર્જિત ઘટના ગણાવીને અક્ષમ્ય કહ્યું હતું સાથે જ આ મામલે વિગતવાર ખુલાસો કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને આદેશ આપવામાં આવ્યો છે આ સાથે પોર્ટ રાયના અન્ય ગેમિંગ ઝોનની જાહેર સુરક્ષા માટે ખતરા રૂપ ગણાવ્યા હતા.

લગભગ સાડા ચાર કલાક ચાલેલી આ સુનાવણીના અંતે હાઇકોર્ટ દ્રારા એવી ટકોર પણ કરવામાં આવી હતી કે રાય સરકાર રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને શા માટે સસ્પેન્ડ કરતા નથી. આ ઉપરાંત રાજકોટ પોલીસ કમિશનર ટીઆરપી ગેમ ઝોનને કોઈ પરમિશન આપી હતી તો તેની માહિતી ૩ જુન પહેલા એફિડેવિટ ફાઇલ કરે બીજું કે કોર્પેારેશન પણ એફિડેવિટ ફાઇલ કરશે કે નોટિસ રિટર્નેબલ છ જુન ના રેગ્યુલર કોર્ટ શ થશે ત્યારે ચીફ જસ્ટીસ ની બેચ સમક્ષ કેસ ચાલશે.છેલ્લ ે રાજકોટ મહાનગરપાલિકા તરફથી રજૂઆત સાભળયા બાદ આરએમસીના કમિશનરને સસ્પેન્ડ કરવાના હતા પણ કેમ કરાતા નથી.?તેવો વેધક સવાલ ઉઠાવયો હતો.


પોલીસ કમિશનરે લાઈસન્સ કઈ રીતે આપ્યું?: હાઈકોર્ટ
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનને પોલીસ કમિશનરનું પફર્ોમીંગ લાઈસન્સ હતું આ લાઈસન્સમાં જે–તે સમયે ફાયર એનઓસીથી લઈ એન્ટ્રી–એકિઝટ સુધીની કોઈ મુળભુત વ્યવસ્થા ચેક કરાઈ ન હતી. આમ છતાં ગત વર્ષે ૨૦૨૪ના એન્ડ સુધી એક વર્ષ માટેનું પર્ફેામીંગ લાઈસન્સ ઈશ્યુ થઈ ગયું હતું જેને લઈને આજે હાઈકોર્ટે કડક વલણ સાથે આ લાઈસન્સ કઈ રીતે અપાયું તેનો ખુલાસો કરવા માટે રાજકોટ પોલીસ કમિશનરને પણ નોટીસ આપી હોવાનું જાણવા મળે છે.


આ બન્ને પણ અગ્નિકાંડમાં એટલા જ જવાબદાર છે

મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ
ગેરકાયદે બાંધકામો ન થાય અને ગેરકાયદે સ્ટ્રકચર ઉભા ન થાય તે જોવાની વહીવટી વડા તરીકેની અંતિમ જવાબદારી. ફાયર સેટીના ચેકિંગની વહીવટી વડા તરીકેની અંતિમ જવાબદારી. તમામ શાખાના સર્વેાચ્ચ વડા તરીકેની જવાબદાર


ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ. ડી. સાગઠીયા
શહેરમાં થતાં ગેરકાયદે બાંધકામો, ગેરકાયદે સ્ટ્રકચરો, ગેરકાયદે દબાણો અંગેની તમામ જવાબદારી, કોમન જીડીસીઆરનું પાલન કરાવવાની જવાબદારી, ગેરકાયદે બાંધકામોને નોટીસો આપવાની કામગીરી તેમજ નોટીસો બાદ ડિમોલિશનની કામગીરી





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application