BREAKING NEWS

મુંબઈ વરસાદથી બેહાલ, પરીક્ષાઓ રદ, વાહનવ્યવહાર ઠપ્પ

  • July 06, 2026 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્ર્રના મુંબઈ, પુણે અને આસપાસના મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્રમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. મુંબઈ યુનિવર્સિટી દ્રારા આજે, ૬ જુલાઈના રોજ યોજાનારી તમામ પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે. એલએલએમ, એમએસસી અને એમ.કોમની પરીક્ષાઓ આજે યોજાવાની હતી. ચાલુ મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનને કારણે મુંબઈ અને પુણે સહિત સમગ્ર પ્રદેશમાં ભયાનક પરિસ્થિતિ સર્જાઈ છે. વિવિધ સ્થળોએ સર્જાયેલી દુર્ઘટનામાં ૨૪ કલાકમાં નવ લોકોએ જીવ ગુમાવ્યા છે.

ભારે વરસાદને કારણે મુંબઈમાં લાઇટ કામગીરી ખોરવાઈ ગઈ હતી, યારે દિલ્હી, કેરળ, ઓડિશા અને ઝારખડં માટે હવામાન ચેતવણી જારી કરવામાં આવી છે. આ ચોમાસાનો માર મુંબઈએ વધુ સહન કર્યેા છે; રાતોરાત ભારે વરસાદને કારણે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્ર્રીય એરપોર્ટ પર લાઇટ કામગીરી લગભગ એક કલાક માટે સ્થગિત કરવાની ફરજ પડી હતી.
ભારરે વરસાદને કારણે કર્જત અને લોનાવલા વચ્ચે દક્ષિણ–પૂર્વ ઘાટ વિભાગમાં ભૂસ્ખલન થયું, જેના કારણે મુંબઈ–પુણે રેલ્વે માર્ગ ખોરવાઈ ગયો. મધ્ય રેલ્વેના મુંબઈ ડિવિઝનની 'અપ' મુખ્ય લાઇન પર, ખાસ કરીને ઠાકુરવાડી અને મંકી હિલ લૂપ કેબિન વચ્ચે ભૂસ્ખલન થયું જેના કારણે ત્રણેય રેલ્વે લાઇન પ્રભાવિત થઈ. પાટા પર કાટમાળના કારણે ટ્રેન કામગીરી ખોરવાઈ ગઈ, જેના કારણે ઘણી ટ્રેનો મુસાફરી દરમિયાન જ રોકી દેવામાં આવી.
ભસ્ખલન અને સતત ભારે વરસાદને કારણે, પુણે–મુંબઈ એકસપ્રેસવે અને જૂના મુંબઈ–પુણે હાઇવે બંને પર ટ્રાફિક અવરજવર ભારે ખોરવાઈ ગઈ છે. બંને દિશામાં (પુણે–મુંબઈ અને મુંબઈ–પુણે) ટ્રાફિક અવરજવર આગામી સૂચના સુધી બધં કરવામાં આવી છે. નાગરિકોને પુણે અને મુંબઈ વચ્ચે કોઈપણ મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.
રાતોરાત ભારે વરસાદને કારણે થાણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. તળાવનું પાણી રસ્તા પર આવી જતાં તલોપાલી વિસ્તારમાં ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. હવામાન વિભાગે થાણે જિલ્લા માટે 'રેડ એલર્ટ' જારી કયુ છે; દરમિયાન, વરસાદને કારણે થાણેમાં આશરે ૧૦૦ વૃક્ષો પડી ગયા છે.
ભારતીય હવામાન વિભાગએ રવિવારે મુંબઈ માટે 'રેડ એલર્ટ' જાળવી રાખ્યું છે, જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લાઇટ કામગીરીમાં વિક્ષેપને કારણે અસંખ્ય લાઇટસ પ્રભાવિત થઈ હતી, જેના કારણે મુસાફરોને પ્રસ્થાનમાં સરેરાશ ૭૫ મિનિટ અને આગમનમાં ઓછામાં ઓછા ૨૮ મિનિટનો વિલંબનો સામનો કરવો પડો હતો.

શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
અગાઉ, મુંબઈ, પુણે, થાણે અને પાલઘરમાં સતત ભારે વરસાદને કારણે તમામ સરકારી, ખાનગી અને મ્યુનિસિપલ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પેારેશનએ ગઈકાલે સાંજે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે હવામાન વિભાગ દ્રારા મુંબઈ માટે 'ઓરેન્જ એલર્ટ' જારી કરવામાં આવ્યા બાદ વિધાર્થીઓની સલામતીના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. દરમિયાન, હવામાન વિભાગ દ્રારા ભારેથી અતિ ભારે વરસાદ માટે 'રેડ એલર્ટ' જારી કરવામાં આવ્યા બાદ પુણે જિલ્લા વહીવટીતંત્રે સોમવારે જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી હતી; જોકે, સરકારી અને ખાનગી કચેરીઓ રાબેતા મુજબ કાર્યરત રહેશે.

ત્રણ માળની ઇમારતનો એક ભાગ ધરાશાયી થતાં છ લોકોના મોત
ગઈકાલે સાંજે મુંબઈના માનખુર્દ વિસ્તારમાં ત્રણ માળની ઇમારતનો એક ભાગ ધરાશાયી થતાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા અને એક ઘાયલ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે જનતા નગર (હનુમાન મંદિર પાછળ) માં 'ચાલ નંબર ૫' પર સ્થિત ઇમારતના કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. મહારાષ્ટ્ર્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના પર ઐંડો શોક વ્યકત કર્યેા હતો અને મૃતકોના પરિવારજનોને છ૪ લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી.

આગામી ૨૪ કલાક માટે ભારે વરસાદની ચેતવણી
ભારત હવામાન વિભાગએ આગામી ૨૪ કલાક દરમિયાન સતત વરસાદ, કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ, અલગ અલગ સ્થળોએ અત્યતં ભારે વરસાદ અને ૬૦ થી ૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફંકાય તેવી આગાહી કરી છે. બીએમસીને વૃક્ષો કે ડાળીઓ પડી જવાની ૨૦૩ ફરિયાદો, શોર્ટ સર્કિટના આઠ બનાવો અને ઘર કે દિવાલ ધરાશાયી થવાની ૧૫ ફરિયાદો મળી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application