પોલીસ, ફોરેસ્ટ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં યુવાઓ માટે જામનગરના પોલીસ હેડક્વાર્ટર ખાતે ઉભી કરાઈ બહુવિધ સુવીધાઓ
લાંબી કૂદ, ઉંચી કૂદ, 400 મીટરનો ટ્રેક, એ.સી.લાઈબ્રેરી સહિતની સુવિધાઓ યુવાઓની કારકિર્દી ઘડતરમાં બની રહી છે મદદરૂપ
ઉજ્જવળ કારકિર્દી માટે વધુમાં વધુ યુવાઓને આ મેદાનનો લાભ લેવા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા કરાતી અપીલ
પોલીસ, ફોરેસ્ટ, આર્મી, પેરા મિલિટરી ફોર્સ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે જામનગર શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.અહીં દોડ માટે ટ્રેક, સુવિધાસભર મેદાન, વાતાનુકૂલ વાંચનલય તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાઓને અનુકૂળ પડે તે પ્રકારનું વાતાવરણ પૂરું પાડવાનો પ્રશંસનીય પ્રયાસ જામનગર જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.
આ ગ્રાઉન્ડ ખાતે દોડ માટે અનુકૂળ એવો 400 મીટરનો વિશેષ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે તો સાથે સાથે લાંબી કુદ, ઉંચી કૂદ અને લાઇબ્રેરીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.હાલ અહીં જિલ્લાના એક હજારથી વધુ યુવક-યુવતીઓ આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે.
માનસિક રીતે પરીક્ષાનો ભય દૂર થાય અને યુવાઓને પરીક્ષાલક્ષી તમામ મદદ મળી રહે તે માટે સ્પર્ધાત્મક પરીક્ષા આપતી વખતે ગ્રાઉન્ડ પર જોવા મળે તે પ્રકારનો જ સંપૂર્ણ માહોલ અહીં ઉભો કરાયો છે.સાથે સાથે આરોગ્યલક્ષી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાઓને વાંચન માટે યોગ્ય વાતાવરણ મળી રહે તે માટે અહીં વિનામૂલ્યે તમામ પુસ્તકો તથા એ.સી. લાઇબ્રેરીની પણ સુવિધા વિકસાવવામાં આવી છે.જામનગર જિલ્લાના યુવાઓને વધુમાં વધુ આ સુવિધાઓનો લાભ લઈ પોતાની ઉજ્જવળ કારકિર્દી તરફ ડગ માંડવા આ તકે પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ દ્વારા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech