BREAKING NEWS

ગીર સોમનાથ જિલ્લામાં નારિયેળીના પાકમાં થયેલો અનેક ગણો વધારો

  • May 14, 2026 09:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાયનો વિશાળ દરિયાકાંઠો નાળિયેરની ખેતી માટે અનુકૂળ હોવાથી તેનો સીધો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. ટેન્ડર કોકોનટની વધતી માંગ અને દરિયાકાંઠાના વિસ્તરણને કારણે ગુજરાતે નાળિયેરની ખેતીમાં રેકોર્ડ ઉત્પાદન નોંધાવ્યું છે.
છેલ્લા ૨ વર્ષમાં રાયમાં ટેન્ડર કોકોનટના ઉત્પાદનમાં અંદાજે ૨૦ ટકાનો વધારો થયો છે. આજે ખેડૂતો વાર્ષિક લગભગ ૨૬ કરોડ નાળિયેરનું ઉત્પાદન કરે છે. આ આંકડો દર્શાવે છે કે, ગુજરાત બાગાયત ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે. રાયના આશરે ૨૮,૦૦૦ હેકટર વિસ્તારમાં નાળિયેરની ખેતી કરવામાં આવે છે, જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, વલસાડ, નવસારી, કચ્છ અને દેવભૂમિ દ્રારકા જિલ્લાઓનો મહત્વનો ફાળો છે. વર્ષ ૨૦૨૪–૨૫ના આંકડા મુજબ, રાયમાં ટેન્ડર કોકોનટની સરેરાશ ઉત્પાદકતા આશરે ૯.૨૬ હજાર પ્રતિ હેકટર છે.
રાયના ખેડૂતો બાગાયત પાકો અને મૂલ્યવર્ધન તરફ વળે એ માટે ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્રારા તાલીમ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સાથે જ, ખેડૂતો પર આર્થિક બોજ ન આવે તે માટે નાળિયેરના વાવેતર પર ૭૫ ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે. ઉપરાંત, મલ્ચિંગ અને ઈન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ જેવી પદ્ધતિઓના ઉપયોગથી પાકની ઉત્પાદકતા વધારવામાં મદદ મળી રહે તે હેતુથી તેમાં પણ સહાય આપવામાં આવે છે. આ સિવાય બાગાયત ખાતા હેઠળની નર્સરી પરથી નાળિયેરીના ઐંચી જાત, ઠીંગણી જાત અને હાઈબ્રિડ જાતોના સારી ગુણવતાવાળા રોપા મળી રહે છે. તેમજ ગુજરાત ગ્રીન રિવોલ્યૂશન કંપની લિમિટેડ દ્રારા ટપક સિંચાઈ પદ્ધતિમાં સહાય આપવામાં આવે છે.
ચોરવાડથી ઊના સુધીનો દરિયાકાંઠાનો વિસ્તાર લીલી નાઘેર તરીકે ઓળખાય છે, યાં છેલ્લ ા બે વર્ષમાં વ્હાઇટલાયના પ્રકોપથી ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડો હતો. જોકે, ગુજરાત સરકારના માર્ગદર્શન અને ખેડૂતોના પ્રયાસોથી પરિસ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. ગીર જિલ્લ ાના સૂત્રાપાડાના યુવા ખેડૂત દિનેશ સોલંકીએ આ સમસ્યા માટે દેશી ઉપાય અજમાવીને નાળિયેરના ઉત્પાદન સાથે પોતાની આવકમાં પણ વધારો કર્યેા છે. ૧૦૦૦ લિટર પાણીમાં ગોળ અને ગીર ગાયના દૂધનું મિશ્રણ કરીને તેમણે વ્હાઇટલાયનો નાશ કરવામાં સફળતા મેળવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application