રાજકોટમાં વાયબ્રન્ટ રિજનલ સમિટમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ આવ્યા છે. ત્યારે દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ જય સોમનાથ બોલી સ્પીચની શરૂઆત કરતા જણાવ્યું કે પીએમ મોદીની સોમનાથની પ્રાર્થનાથી પોઝિટિવ વાઇબ્રેશન્સ આવે છે. ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાતના 20 વર્ષ પછી ઐતિહાસિક શહેર એવા રાજકોટમાં રિજનલ વાઇબ્રન્ટમાં ભાગ લેવો એ ગર્વની વાત છે. સૌરાષ્ટ્રની ભૂમિને નમન કરું છું. મારા પૂજ્ય પિતા ધીરુભાઈ અંબાણી સૌરાષ્ટ્રની ધરતીના પુત્ર હતા અને તેમનો જન્મ ચોરવાડમાં થયો હતો.
રાજકોટને હું સલામ કરું છું
રાજકોટને હું સલામ કરું છું, ખરા અર્થમાં તે ગુજરાતનું કિંગ છે. ઐતિહાસિક શહેર રાજકોટમાં પ્રથમ વખત રિજનલ સમિટ થઈ રહી છે. અમે ગુજરાતી કંપની છીએ. ગુજરાત અમારી આત્મા છે. ગુજરાત અમારું શરીર છે. અમે આગામી 5 વર્ષમાં 7 લાખ કરોડ રૂપિયાની રોકાણ કરીશું. અમે નોકરીની તકો પણ ઉભી કરીશું. ગુજરાતી માટે ભારતીય માટે નોકરીની તકો ઊભી કરીશું. જામનગરમાં દેશનું સૌથી મોટો આર્ટિફિશિયલ ઇન્ટેલિંજન્સ ડેટા સેન્ટર બનાવી રહ્યા છીએ. રિલાયન્સ ફાઉન્ડેશન 2036માં યોજાનાર વર્લ્ડ ઓલિમ્પિકમાં પણ પાર્ટનર બનવા જઈ રહ્યું છે. ગુજરાતનો વિકાસ અમારો સંકલ્પ છે. ભારત માતાની સેવા કરવી તે અમારો ધર્મ છે. ભારતની પ્રોટેક્શન વોલ છે તેનું નામ છે નરેન્દ્ર મોદી. જય સૌરાષ્ટ્ર, જય કચ્છ, જય જય ગરવી ગુજરાત સાથે સંબોધન પૂર્ણ કર્યું.
ગુજરાતી માટે નોકરીની તકો ઊભી કરીશું
વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતી માટે ભારતીય માટે નોકરીની તકો ઊભી કરીશું. રિલાયન્સ ફાઉન્ડેશન 2036માં યોજાનાર વર્લ્ડ ઓલિમ્પિકમાં પણ પાર્ટનર બનવા જઈ રહ્યું છે. ગુજરાતનો વિકાસ અમારો સંકલ્પ છે. ભારત માતાની સેવા કરવી તે અમારો ધર્મ છે.
‘જીઓ પીપલ ફર્સ્ટ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ લોન્ચ કરશે’
જીઓ પીપલ ફર્સ્ટ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ લોન્ચ કરશે. દરેક નાગરિક પોતાની ભાષા અને પોતાના મોબાઈલમાં AI એક્સેસ કરી શકશે.