BREAKING NEWS

ઉનામાં મોહર્રમ પર્વની શાંતિપૂર્વક ઉજવણી

  • June 27, 2026 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉના શહેર અને તાલુકાના ભાચા દેલવાડા, નવાબંદર વિગેરે ગામોમાં મોહરમનો તહેવાર પરંપરાગત શ્રદ્ધા અને અદબ સાથે મનાવવામાં આવ્યો હતો. સ્થાનિક મુસ્લિમ બિરાદરો દ્રારા હઝરત ઇમામ હુશેન  અને તેમના સાથીઓની શહાદતની યાદમાં શોકપૂર્ણ વાતાવરણમાં જુલસનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજીયાનું જુલુસ રહીમનગર થઈ માણેક ચોક, લુહાર ચોક, ખાઇ બજાર થઈ કોર્ટ વિસ્તારમાં હુશેનની ચોકમાં કોર્ટ વિસ્તારમાં ફરતા તાજીયાના જુલુસ સાથે ભળી ગયું હતું. ૫૦થી વધુ તાજીયાઓનું જુલસ વિવિધ માર્ગેા પરથી પસાર થઈને નિર્ધારિત સ્થળે પહોંચ્યું હતું. જુલસ દરમિયાન શ્રદ્ધાળુઓએ યા હત્પસેનના નારા લગાવી ઇમામ હત્પસેનની કુરબાનીને યાદ કરી હતી. સમગ્ર જુલસ દરમિયાન વિસ્તારમાં ભાઈચારા અને શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.આ પ્રસંગે સ્થાનિક મસ્જિદના અગ્રણીઓ અને મુસ્લિમ સમાજના જવાબદાર વ્યકિતઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઝુલુસ નું વિવિધ જગ્યાઓ એ ઠંડા પાણી, સરબત વિતરણ કરવામાં આવ્યું હતું.તહેવારને અનુલક્ષીને કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થાનિક પોલીસ તત્રં દ્રારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application