કોરોના ન થયેલા દર્દીનો મ્યુકોમાઈકોસિસ રિપોર્ટ નેગેટિવ આવતા રાહત

  • May 29, 2021 01:49 PM 

મ્યુકોમાઈકોસિસ વૉર્ડમાં એક દર્દી એવો આવ્યો હતો કે જેને કોરોના થયું ન હતું છતાં મ્યુકોમાઈકોસિસના લક્ષણ દેખાતાં નોન કોવિડ મ્યુકોમાઈકોસિસ સામે આવવાની ભીતિ હતી: આજે એમઆરઆઈ રિપોર્ટમાં દર્દીનો મ્યુકોમાઈકોસિસ નેગેટિવ આવતાં તમામે લીધો રાહતનો દમ

કોરોના મહામારીના વર્ઝન-ટુ એટલે કે, મ્યુકોમાઈકોસિસની મહામારીએ જામનગર સહિત ગુજરાતમાં અને દેશમાં હાહાકાર મચાવ્યો છે, કોરોનાને પરાજિત કરીને મહામુસીબતે સ્વસ્થ થયેલાં લોકોને પરંતુ તેમાં ડાયાબિટીક હોય એવા વધુ પ્રમાણના દર્દીઓને ફંગસની આ બિમારી એટલે કે, મ્યુકોમાઈકોસિસ પોતાની ચૂંગાલમાં લે છે. હાલમાં સરકારી હૉસ્પિટલમાં દર્દીઓનો આંક 134  પહોંચ્યો છે અને દિન-પ્રતિદિન કેસ વધી રહ્યાં છે. ગઈકાલે એક એવી ગંભીર બાબત પ્રકાશમાં આવી હતી કે, જેનાથી ચિંતા જન્મી હતી અને નોન કોવિડ દર્દી મ્યુકોમાઈકોસિસનો શિકાર હોવાના શંકાસ્પદ લક્ષણો જણાયા હતાં. આ દર્દીના એમઆરઆઈ રિપોર્ટની રાહ જોવાતી હતી અને આજે તેનો રિપોર્ટ આવી જતાં દર્દીને મ્યુકોમાઈકોસિસ નહીં હોવાનું જાહેર થયું છે અને તબીબોએ રાહતનો દમ લીધો છે. કારણ કે, જો આ દર્દીમાં મ્યુકોમાઈકોસિસના લક્ષણ નીકળ્યા હોત તો સૌરાષ્ટ્રનો નોન કોવિડ મ્યુકોમાઈકોસિસનો પહેલો કેસ બન્યો હોત, પરંતુ આવું થયું નથી એ સારી બાબત છે.

આજે પણ મ્યુકોમાઈકોસિસના 6થી વધુ દર્દીઓ નવા દાખલ થયાં છે, પાંચ જેટલી સર્જરી કરવામાં આવી છે અને કોવિડમાંથી સ્વસ્થ થઈને આવેલા લોકોને મ્યુકોમાઈકોસિસના લક્ષણો કેવા હોય છે? એ સંબંધે માહિતગાર કરવામાં આવી રહ્યાં છે.

દરમિયાનમાં જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં કોરોના પછી હવે મ્યુકોમર્ઇિકોસિસ દર્દીઓ દિન-પ્રતિદિન સામે આવતા જાય છે. છેલ્લા 24 કલાક દરમિયાન બ્લેક ફંગસના વધુ છ દર્દીઓ સામે આવ્યા છે અને હાલ જીજી હોસ્પિટલમાં કુલ 137 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જે પૈકી નાની મોટી આઠ સર્જરી કરવામાં આવી હતી જોકે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી જેથી રાહતના સમાચાર છે. આ ઉપરાંત જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ ના કોવિડ બિલ્ડીંગ પરિસરમાં 438 દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે રિલાયન્સ ના 94 સહિત ફુલ 532 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જેના કારણે જી.જી.હોસ્પિટલમાં વધુ બેડ ખાલી થયા છે.

જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં છેલ્લા પખવાડિયાથી મ્યુકોમર્ઇિકોસિસ માટેના અલગ વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે અને કોવિડ બિલ્ડીંગ પરિસરમાં સૌપ્રથમ ત્રીજા માળે બે વોર્ડ શરૂ કરાયા હતા. ત્યાર પછી દર્દીઓની સંખ્યા વધતાં બીજા માળે પણ વધારાના બે વોર્ડ ખોલી દેવામાં આવ્યા છે. અને જરૂરી તબીબોના સ્ટાફની નિમણૂક કરી ફંગસના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.

ગઈકાલે બ્લેક ફંગસના વધુ છ દર્દીઓ સામે આવ્યા છે. જેઓને જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તમામની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
 હાલ સરકારી જીજી હોસ્પિટલમા મ્યુકોંર્માંઇકોસિસના કુલ 137 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જે પૈકીના દર્દીઓ માટે ગઈકાલે નાની-મોટી 8 સર્જરી કરવામાં આવી હતી જો કે છેલ્લા 48 કલાક દરમિયાન બ્લેક ફંગસના કારણે એક પણ મૃત્યુ થયું નથી. જેથી રાહતના સમાચાર છે. જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા દિન-પ્રતિદિન ઘટતી જાય છે, જેના કારણે વધુને વધુ પ્રમાણમાં બેડ ખાલી થઈ રહ્યા છે.

હાલ જીજી હોસ્પિટલના કોવિડ બિલ્ડિંગમાં કુલ 437 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જ્યારે રિલાયન્સ હોસ્પિટલમાં પણ 94 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જેથી જીજી હોસ્પિટલ સહિત કુલ 532 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. જીજી હોસ્પિટલમાં હાલની પરિસ્થિતિએ કોરાનાના કેસ ઘટ્યા હોવાથી60 ટકા થી વધુ બેડ ખાલી થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS