અવનવા સાહસ દ્વારા જવલંત સફળતા પ્રાપ્ત કરવી એ એલ. જી. હરિઆ સ્કુલની કાયમ તાસીર રહી છે. શિક્ષણનાં નવા આયામો અને નવી દિશાઓ તરફ હમેંશા અગ્રેસર રહેવું એ આ સ્કુલની આગવી ઓળખ છે. એ ઓળખમાં ખરા ઉતરવા માટે એલ. જી. હરિઆ સ્કુલે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠતમ શિક્ષણ અને ઉત્કૃષ્ઠ પરિણામ માટે ભાવનગરની જ્ઞાનમંજરી કેરિયર ઈન્સ્ટિટ્યુટ સાથે હાથ મિલાવીને વિદ્યાર્થીઓની જવલંત સફળતા માટે એક નવા સાહસ તરફ પોતાનાં ચરણ માંડયા છે એ વાત સાબિત કરી દીધી.
આ બન્ને સંસ્થાઓનાં સમન્વયમાં સાક્ષી બનવા માટે ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટના ઓનરરી સેક્રેટરી ચંદુભાઈ શાહ, ટ્રસ્ટી ડો. ભરતેશભાઈ શાહ, ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટની જુદી જુદી સંસ્થા સાથે જોડાયેલા સૂર્યાબેન શાહ, જયશ્રીબેન માલદે ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટનાં નેજા હેઠળ ચાલતી જુદી જુદી શેક્ષણિક સંસ્થાઓનાં આચાર્યઓ, સુપરવાઈઝરો, શિક્ષકો અન્ય શાળામાંથી પધારેલા શિક્ષકો, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં વાલીગણ સહર્ષ ઉપસ્થિત રહયા હતા.
કાર્યક્રમનો શુભારંભ દીપપ્રાગટયથી થયો હતો. ત્યાં ઉપસ્થિત સૌને એલ. જી. હરિઆ સ્કૂલ સાથે હાથ મિલાવનાર ભાવનગરની જ્ઞાનમંજરી કેરિયર ઇન્સ્ટિટયુટની વિધ્યાર્થીઓ માટેની દૈનિક પ્રવૃતિઓનો ઈસ્સ્ટિટયુટનાં શિક્ષક યશ ચુડાસમાએ વિગતે પરિચય આપ્યો હતો.એલ. જી. હરિઆ સ્કુલ અને જ્ઞાનમંજરીનાં સુભગ સંગમથી વિધાર્થીઓને મબલખ લાભ મળશે એવું સમજાવતા ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટનાં ટ્રસ્ટી ડો. ભરતેશભાઈ શાહે આ સમન્વયને શુકનિયાળ ગણાવ્યો હતો.
તો પધારેલા નગરજનોનો આભાર માનતા એલ. જી. હરિઆ સ્કુલના આચાર્યશ્રી ધવલ પટ્ટે કહયું હતું કે ૪૩ વર્ષનો બહોળો અનુભવ અને જ્ઞાનમંજરી કેરિયર ઈન્સ્ટિટયુટનો ૧૮ વર્ષના સુક્ષ્મ દષ્ટિકોણનો સમન્વય વિજ્ઞાન જેવા વિષયને સરળતાથી પચાવવા માટે રામબાણ ઔષધિ સાબિત થશે. વિધાર્થી વિજ્ઞાનનાં સપનાં જુએ પણ એને સાકાર કરવા માટે આંખો અને પાંખો તો જોઈએ જ. માટે જ્ઞાનમંજરીની આંખો અને એલ. જી. હરિઆની પાંખો પ્રદાન કરનારા આ સમન્વયનાં સાક્ષી સૌએ આ સંગમને શુભ અને જ્ઞાન પ્રદાન કરનારો ગણાવ્યો હતો. આચાર્ય ધવલ પટ્ટે પોતાના આગવા અંદાજમાં આ સમન્વયનો વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભ લેશે એવો વિશ્વાસ વ્યકત કર્યા હતો. આમ આ કાર્યક્રમ નગર માટે એક નવલું નજરાણું સાબિત થયો હતો.