જામનગર નજીક મોટરસાયકલની ઉઠાંતરી

  • December 26, 2023 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ખંભાળીયા બાયપાસ હાઇવે કાર પોઇન્ટથી આગળ ખુલ્લામાં પાર્ક કરેલ એક મોટરસાયકલ કોઇ અજાણ્યો શખ્સ હંકારી ગયો છે, જે અંગે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના ઢીચડા રોડ, તિરુપતી સોસાયટી-૨માં રહેતા પ્રદ્યુમનસિંહ કસળસિંહ જાડેજાનું સ્પ્લેન્ડર મોટરસાયકલ નં. જીજે૧૦બીએચ-૭૮૦૩ ગત તા. ૨૦ના રોજ ખંભાળીયા બાયપાસ ખોડીયાર કાર પોઇન્ટથી આગળ ખુલ્લામાં પાર્ક કર્યુ હતું ત્યાથી કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી લઇ ગયો છે આ અંગે પંચ-બીમાં અજાણ્યા ઇસમ વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application