કાલાવડમાં માસુમ પુત્ર સાથે માતા ભેદી રીતે લાપત્તા

  • May 26, 2021 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દવાખાના જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થતાં પોલીસને કરાતી જાણ

કાલાવડ ટાઉન પો. સ્ટે.માં જાહેર કરનાર બલરામ કરણસિંહ મેળા  ઉ.વ 22, ધંધો-મજુરી, રહે.ન્યુ.માર્કટીગ યાર્ડ વાવડીરોડ કાલાવડ મુળરહે.પાડલાગામ તા.મનાવર જિ. ધાર મો.નં.9691122477 વાળા એ જાહેર કરેલ કે તેઓની પત્ની લલીતાબેન બલરામભાઇ કરણસિંહ મેળા જાતે- ભીલ ઉ.વ.22 રે.ન્યુ માર્કેટીંગ યાર્ડ,વાવડી રોડ,કાલાવડ મુળરહે.પાડલાગામ તા.મનાવર જિ. ધારવાળી તા.24/05/2021 ના સવારના કલાક અગીયાર વાગ્યા ની આસપાસ ના સમયગાળા દરમિયાન લલીતાબેન તેના પુત્ર ને સાથે લઇને કાલાવડ બસ સ્ટેન્ડ પાસે દવાખાને પેટ દુ:ખાવાની દવા લેવાનું કહી જતી રહેલ છે.

જેથી આડોશ-પાડોશ તથા હોસ્પીટલે પુછપરછ કરતા ત્યાં ગયેલ ન હોય જેથી તેણીના સગા વ્હાલામાં ફોન કરતા તપાસ કરતા મળી આવેલ ન હોય આ લલીતાબેન શરીરે મધ્યમ બાંધાની, તથા ઉંચાઇમાં થોડી નીચી છે અને વાને ઘઉવણ રંગની છે તેમના જમણા હાથમા કલાઇ પર લલીતા સુનીલ ત્રોફાવેલ છે તથા શરીરે  સાડી પહેરેલ છે તથા તેમની સાથે 4 વર્ષ નો દિકરો જેનું નામ શિવમ છે તો આ અંગે તપાસમાં રહી મળી આવ્યે કાલાવડ ટાઉન પો. સ્ટે. જાણ કરવા યાદીમાં જણાવાયું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS