એકનો એક પુત્ર ગુમાવ્યાનો માતાનું આક્રંદ: ગામમાં શોક

  • June 08, 2021 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એકનો એક પુત્ર ગુમાવ્યાનો માતાનું આક્રંદ: ગામમાં શોક

દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડા સીમમાં ભોયસર તળાવમાં પડી જતાં ડૂબી જવાથી પંદર વર્ષીય કિશોરે જીવ ગુમાવ્યો હોવાનો બનાવ બહાર આવ્યો છે. મૃતક વાઇની બીમારીથી પીડાતો હોઈ, પાળ પરથી પસાર થતા અચાનક વાઇ આવતાં ઘટના ઘટી હોવાનુ પોલીસમાં જાહેર થયું છે.

દ્વારકા નજીક આરંભડા સીમમાં ભોંયસર તળાવમાં અકસ્માતે પડી જતાં 15 વર્ષીય કિશોર ડૂબી ગયો હતો, જેને તળાવમાંથી બહાર કાઢવામાં આવતાં પોલીસને તેની ઓળખ સાંપડી હતી. રંભડાની જય અંબે સોસાયટી પાસે તળાવની પાળ વિસ્તારમાં રહેતો મૃતક જયેન્દ્ર કેશુભા રાઠોડ(ઉં.વ. 15) હોવાનું જાહેર થયું હતું. પોલીસે મૃતકના પરિવારજનનું નિવેદન નોંધ્યું હતું, જેમાં મૃતક વાઇની બીમારીથી પીડાતો હોઈ, એને લીધે અચાનક પાળ પરથી પાણીની અંદર પડી જતાં ડૂબી જવાથી તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર થયું હતું. આ બનાવને પગલે મૃતકના પરિવારમાં ઘેરો શોક છવાયો હતો, જ્યારે ગામમાં પણ અરેરાટી વ્યાપી જવા પામી હતી.

માસૂમ બાળકનો મૃતદેહ ભોંયસર તળાવમાંથી બહાર કાઢવામાં આવતાં સ્થળ પર દોડી ગયેલા મૃતકની માતા વહાલસોયાના મૃતદેહને જોતાં જ હતપ્રત બની ગઈ હતી. મૃતકના પિતાનું 10 વર્ષ પૂર્વે અવસાન થયું હતું, જ્યારે તેને અન્ય કોઇ ભાઇબહેન પણ ન હતા, એકમાત્ર આધારસ્તંભ સમા વહાલસોયાના મૃતદેહ પર જનેતાના હૃદયદ્રાવક આક્રંદ અને કલ્પાંતે સમગ્ર વાતાવરણને ગમગીન બનાવી દીધું હતું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS