શહેરના કુવાડવા રોડ પર ડી માર્ટ પાસે એકટિવા ટોઈંગ કરવા બાબતે એકટિવાચાલક મહિલાની મિત્ર અને તેની પુત્રીએ મળી ટ્રાફિક શાખાના મહિલા એએસઆઇ સાથે બોલાચાલી કરી હતી. બાદમાં તેમને પછાડી દઈ માતા–પુત્રી બંનેએ મળી ઢીકાપાટુનો મારમાર્યેા હતો અને હવે તું નોકરી કેવી રીતે કરે છે એ જોઈ લેજે તેવી ધમકી પણ આપી હતી. આ અંગે મહિલા એએસઆઈની ફરિયાદ પરથી બી ડિવિઝન પોલીસે હડાળા ગામે રહેતી આ માતા–પુત્રી સામે ફરજમાં કાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ ટ્રાફિક શાખામાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા રાધિકાબેન અશોકભાઈ મકવાણા દ્રારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે હડાળા ગામે રહેતી ફિરોઝાબાનુ ગુલામહત્પસેન વડદડીયા અને તેની પુત્રી શમશાબાનુના નામ આપ્યા છે.
મહિલા એએસઆઇએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ સાંજે તેઓ પોતાની ફરજમાં હતા અને કુવાડવા રોડ પર ડી માર્ટ પાસે પહોંચતા રોડ પર એકટીવા નંબર જીજે૩ એલએસ ૯૮૯૫ નો પાકિગમાં પડું હોય જેથી તેને ટોઈંગ કરવાની કાર્યવાહી કરી હતી દરમિયાન એકટીવા ચાલક સેજલબેન ભટ્ટી ત્યાં આવ્યા હતા અને તેની સાથે ફિરોઝાબાનુ અને તેની પુત્રી શમશા પણ આવ્યા હતા ફિરોઝાએ કહ્યું હતું કે, આ સેજલબેન મારા ફ્રેન્ડ છે તેનું ટોઈંગ કરેલ એકટીવા તું નીચે ઉતાર અને તેને જવા દે નહીં તો સારાવટ નહીં રહે તેમ કહી ઉધ્ધતાઇભયુ વર્તન કયુ હતું. જોકે આ સમયે સેજલબેન દડં ભરવાની તૈયારી દર્શાવી હતી અને માથાકૂટ ન કરવા કહ્યું હતું.
પરંતુ તેમ છતાં ફિરોઝા અને તેની પુત્રી શમશાએ ફરિયાદી સાથે માથાકૂટ કરી તેને ગાળો આપી એકટીવા નીચે ઉતારી દેવાનું કહ્યું હતું અને કહેતી હતી કે, એકટીવા નીચે નહીં ઉતારે તો સારાવટ નહીં રહે તેમ કહી માતા–પુત્રીએ મહિલા એએસઆઇનો કાંઠલો પકડી નીચે પછાડી દઇ ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા જેમાં એએસઆઇને આંગળીમાં ઇજા પહોંચતી હતી તેમજ આ બંને કહ્યું હતું કે, અમો કોણ છીએ તું અમોને જાણતી નથી હવે તું નોકરી કઈ રીતે કરે છે એ જોઈ લેજે. તેવી ધમકી આપી હતી. આ દરમિયાન પોલીસ કંટ્રોલ મમાં ફોન કરતા પીસીઆર વાન અહીં આવી ગઈ હતી એકટિવાચાલક સેજલબેનને પિયા ૭૦૦ હાજર દડં આપ્યો હતો. બાદમાં આ બાબતે મહિલા એએસઆઇએ આ માતા–પુત્રી સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે મારામારી,ધમકી અને ફરજમાં કાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવા અંગે વધુ તપાસ પીએસઆઇ વી.એચ.પરમાર ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech