બેડી વિસ્તારમાં માતા-પુત્ર પર છરીબાજી : ધમકી દીધી

  • November 08, 2024 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક પરિવાર સામે ફરીયાદ : ધ્રોલમાં બે યુવતિને માર માયર્નિી રાવ


બેડી વિસ્તારમાં માતા-પુત્ર પર છરી વડે હુમલો કરી ધમકી દીધાની અહીં રહેતા એક પરિવાર સામે ફરીયાદ કરવામાં આવી છે જયારે ધ્રોલના ચામુંડા પ્લોટમાં બે યુવતિને માર માયર્નિી ફરીયાદ એક શખ્સ સામે નોંધાવવામાં આવી છે.


જામનગરના બેડી ગ્રામ પંચાયતના ડેલામાં રહેતા શાહીદ હુશેન કાસમભાઇ કટીયા (ઉ.વ.23) નામના યુવાને ગઇકાલે બેડી મરીન પોલીસમાં બેડી પંચાયતના ડેલામાં રહેતા બાનુબેન અબ્દુલ વારા, અબ્બાસ વારા, બાનુબેનની દિકરી હુશેના અને રેશ્મા તથા બાનુબેનનો જમાઇ ઇમરાન આ પાંચની વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.


ફરીયાદી તેમજ સાહેદને આરોપીઓએ અપશબ્દો બોલ્યા હતા અને હાથાપાઇ કરી એક સંપ કરી ફરીયાદી તેમજ તેના માતાને છરી વડે હુમલો કરીને ઇજા પહોચાડી હતી તેમજ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


બીજા બનાવમાં ધ્રોલના ચામુંડા પ્લોટમાં રહેતી કોમલબેન દિલીપભાઇ ચાવડા (ઉ.વ.26) નામની યુવતિએ અહીં ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતા રાજેશ રતીલાલ ચાવડાની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યુ હતું કે આરોપીએ ફરીયાદી તથા સાહેદ સાથે ઝઘડો કરી ફરીયાદીને લાત મારી હતી અને ફરીયાદીની નણંદને હાથના કાંડાની ઉપર ઇજા પહોચાડી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application