શહેરમાં આજીડેમ ચોકડી નજીક રામવન પાસે સુરભી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં દીવાલના ટેકે શ્રમિક મહિલા એક વર્ષના પુત્રને સ્તનપાન કરાવતી હતી ત્યારે દીવાલ ધસી પડતા બંનેના મોત થયા હતા. અહીં ટ્રેકટર ચાલક કપચી ખસેડતો હોય દરમિયાન ટ્રેકટરથી દીવાલને ધક્કો લાગતા આ ઘટના બની હતી. જે અંગે ટ્રેકટર ચાલક તેમજ કોન્ટ્રાકટર બંને સામે આજીડેમ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,રામવન પાસે સુરભી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કારખાનાના નવા બનતા શેડના કામ વેળાએ દીવાલ માથે પડતા સીમાબેન સંજયભાઇ (ઉ.૨૧) અને તેના એક વર્ષના પુત્ર સાર્થકનું ઘટનાસ્થળે જ મોત નીપયું હતું. બનાવને પગલે એએસઆઇ મારવાડિયા સહિતે તપાસ કરતા મૂળ મધ્યપ્રદેશના અને હાલ કેટલાક સમયથી રાજકોટમાં રહેતા અને મજૂરીકામ કરતા પરિવારની સીમાબેન તેના પુત્રને સાથે લઇ કામ કરતા હોય તે દરમિયાન આ બનાવ બન્યાનું તેના પરિવારે જણાવ્યું હતું.
બનાવ અંગે મૃતક મહિલાના પતિ સંજય ગુડુભાઈ મોહનિયા(ઉ.વ ૨૧ રહે. હાલ રામનાથ ઇન્ડસ્ટ્રીઝ બાજુમાં,રાજકોટ, મૂળ નરવાલી તા.રામથાના,જી જાબવા, મધ્યપ્રદેશ) દ્રારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યા ટ્રેકટરનો ચાલક અને લેબર કોન્ટ્રાકટર નરેશ નારણભાઈ ચૌહાણ (રહે. માધવ રેસીડેન્સી રાજકોટ)ના નામ આપ્યા છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે તારીખ ૨૭ ૧૦ ના બપોરના સમયે તેની પત્ની સીમા પુત્ર સાર્થકને દીવાલના ટેકે સ્તનપાન કરાવતી હોય તે જાણવા છતાં ટ્રેકટર લોડરનો ચાલક અહીં કપચી ખસેડતો હતો ત્યારે દીવાલને ધક્કો મારતા દીવાલ પડી ગઈ હતી જેમાં ફરિયાદીના પત્ની અને પુત્ર દિવાલના કાટમાળ નીચે દબાઈ જતા તેમના મોત થયા હતા તેમજ કોન્ટ્રાકટર નરેશ ચૌહાણ પોતાની સાઈટ પર સુરક્ષાના સાધનો તથા હેલ્મેટ સહિતના સાધનો નહીં રાખી બેદરકારી દાખવી હોય આ મામલે મૃતકના પતિએ ફરિયાદ નોંધાવી છે. આજીડેમ પોલીસે ટ્રેકટરચાલક અને કોન્ટ્રાકટર બંને સામે બીએનએસ કલમ ૧૦૫,૧૨૫, ૫૪ મુજબ ગુનો દાખલ કર્યેા છે. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ એચ.જે.સોલંકી ચલાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech