મોરબી પાલિકાની બેદરકારીથી ખોદેલા ખાડામાં સ્કૂટર સાથે માતા–પુત્રી ખાબકયા
મોરબી પાલિકાની બેદરકારીથી ખોદેલા ખાડામાં સ્કૂટર સાથે માતા–પુત્રી ખાબકયા
June 16, 2026 10:40 AM
મોરબી મહાનગરપાલિકા દ્રરા રોડના કામ દરમિયાન ખાડા ખોદવામાં આવ્યા હોય અને રવાપરમાં મોટા ખુલ્લ ા ખાડામાં સ્કૂટર સહીત માતા–પુત્રી ખાડામાં ખાબકી હતી જે અકસ્માતમાં બંને માતા પુત્રીને સામાન્ય ઈજા પહોંચી હતી.મોરબીના રવાપર ગામ નજીક રોડનું કામ ચાલી રહ્યું છે અને રોડ પર ૩–૪ ફટ જેટલા ખાડા ખોદવામાં આવ્યા છે યાં કોઈ આડશ રાખવામાં આવી નથી જેને પગલે વાહનચાલકો માથે સતત અકસ્માતનો ભય રહે છે એક સ્કૂટર પર માતા પુત્રી પસાર થતા હતા ત્યારે સ્કૂટર સહીત માતા અને પુત્રી ખાડામાં ખાબકી હતી બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી બંનેને સામાન્ય ઈજા પહોંચી હતી.જોકે મહાનગરપાલિકા કયાં સુધી આટલી બેદરકારી દાખવશે તે મોટો પ્રશ્ન છે હવે ચુંટણી થઇ ચુકી છે અને ચૂંટાયેલી બોડી કાર્યરત થઇ ગઈ છે અનેક કાર્યક્રમોમાં હાજરી આપતા મેયર અને જવાબદાર અધિકારીઓ આવી તકેદારી કેમ રાખતા નથી તે મોટો પ્રશ્ન છે