19મીએ શ્રીલંકામાં માતા સીતાની મૂર્તિની થશે પ્રતિષ્ઠા: ભારતથી સરયૂનું જળ મોકલાશે

  • April 30, 2024 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અયોધ્યામાં રામલલાના અભિષેક બાદ હવે શ્રીલંકામાં માતા સીતાનું વિશાળ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. આ મંદિરમાં 19 મેના રોજ સીતા માતાનો અભિષેક થવાનો છે, જેના માટે અયોધ્યાની પવિત્ર સરયૂ નદીનું પાણી શ્રીલંકાને મોકલવામાં આવશે. ભારત સરકારે આ માટે પ્રક્રિયા શરૂ કરી દીધી છે.


શ્રીલંકાના પ્રતિનિધિમંડળ વતી, ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારને પવિત્ર સરયૂ નદીમાંથી પાણી માંગવા માટે પત્ર લખવામાં આવ્યો હતો અને મા જાનકીની મૂર્તિના અભિષેક માટે પાણી મોકલવા વિનંતી કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ સરકાર તરફથી પત્ર મળ્યા બાદ સરકારે પ્રવાસન વિભાગને પાણી મોકલવાની જવાબદારી સોંપી છે. શ્રી રામ મંદિર ટ્રસ્ટનું કહેવું છે કે આ પહેલ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવશે અને સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મૂકતા આ પહેલની પ્રશંસા કરી છે. આ અંગે અયોધ્યા તીર્થ વિકાસ પરિષદના સીઈઓ સંતોષ કુમાર શર્માએ જણાવ્યું કે શ્રીલંકામાં સીતામાતાના મંદિરનું નિમર્ણિ થઈ રહ્યું છે. મંદિરના પ્રતિનિધિએ યુપી સરકાર પાસે સરયૂ નદીનું પાણી માંગ્યું છે. અમે કળશમાં પવિત્ર જળ આપીશું. આ મંદિરની ધાર્મિક વિધિ 19મી મેના રોજ થશે.

માતા સીતાને રાવણે આ જ સ્થળે કેદ કર્યા હતા
સીતા માતા મંદિર શ્રીલંકામાં નુવારા એલિયાની પહાડીઓમાં આવેલું છે. એવું માનવામાં આવે છે કે રામાયણમાં ઉલ્લેખિત આ એ જ અશોક વાટિકા છે. માતા સીતાને રાવણે અશોક વાટિકામાં જ કેદ કયર્િ હતા. જ્યારે ભગવાન હનુમાન માતા સીતાને શોધતા હતા ત્યારે તેઓ સૌથી પહેલા અહીં પહોંચ્યા હતા. એવું માનવામાં આવે છે કે હનુમાનજીની હાજરીના પુરાવા સીતા માતા મંદિર પાસે પણ છે. તેના પગના નિશાન દેખાય છે. સમારોહમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને વડાપ્રધાન દિનેશ ગુણવર્દને હાજર રહેશે. આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application