મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને રખાશે વડાપ્રધાન મોદીના નામ પર

  • February 24, 2021 02:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમદાવાદના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. બુધવારે આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રમત ગમત પ્રધાન કિરેન રિજૂજુ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ નવી સુવિધાઓ સાથે શરુ થયેલા આ સ્ટેડિયમમાં રમવાની છે. ખાસ વાત એ છે કે આ નવા સ્ટેડિયમનું નામ  બદલી અને ટૂંક સમયમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવશે.
 

બે દિવસની ગુજરાત મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ કોવિંદે તેમની પત્ની સાથે સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટસ એન્ક્લેવનું ભૂમિપૂજન પણ કર્યુ હતું. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટેરા સ્ટેડિયમ ખાતે સંયુક્ત કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
 

ત્યારબાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ આજથી અમદાવાદના નવા બનેલા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શરૂ થશે. આ ટેસ્ટ મેચ ડે-નાઇટ ટેસ્ટ મેચ હશે. નવું સ્ટેડિયમ બન્યા પછી પ્રથમ ટેસ્ટ મેચ રમવામાં આવનાર છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી ચોથી ટેસ્ટ પણ મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS