મોટામવા પુલ અંતે ખુલ્લો મુકાયો અસંખ્ય વાહનધારકોને થઈ રાહત

  • March 20, 2024 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ રાજપથ કાલાવાડ રોડને જોડતા અને રોજિંદા અસંખ્ય વાહનોની અવરજવરવાળા મોટામવા પુલને ટુ લેનમાંથી ફોર લેન બનાવીને ખુલ્લ ો મુકી દેવાતા હવે ટ્રાફિક સમસ્યા હળવી થશે. સાથોસાથ જડુઝના માર્ગ પર ભીમનગરમાં આવેલા બેઠા પુલને પણ રિપેર કરી હાઈટ પર લેવાયાની સાથે ચાલુ કરી દેવાયો છે. ભીમનગર તેમજ ત્યાંથી પસાર થતા અનેક લોકો, લતાવાસીઓને રાહત મળશે.

રાજકોટ શહેર તથા કાલાવાડ તરફ આવાગમન માટે મોટામવા પુલ ટુ લેન હતો. જેથી ટ્રાફિક સમસ્યા છાસવારે ઉદભવતી હતી. શહેરમાં મહિલા કોલેજ અન્ડર બ્રિજથી મેટોડા સુધી માર્ગ ફોર લેન છે. જયારે શહેરમાં પ્રવેશવા માટે મોટામવા પાસે નદી પરનો પુલ ટુ લેન હતો. જેથી કાલાવાડ રોડ તરફ ખાસ કરીને મોટામવા પછીના માર્ગ પર ટ્રાફિક સમસ્યા માથાના દુ:ખાવારૂપ બની જતી હતી. ગમે ત્યારે વાહનોની લાઈનો સાથે જામ લાગી જતો હતો.

ફોરલેન પર બન્ને તરફથી આવાગમન કરતા વાહનો મોટામવા પુલ ટુ લેન હોવાથી વાહનોને પસાર થવામાં જાણે કોઈ પરિક્ષામાંથી પાસ થવું પડે તેવુ બનતું હતું. મહાપાલિકા દ્રારા જડુઝ ઓવરબ્રિજ બનાવ્યા બાદ મોટામવા ટુ લેન પુલ બાજુમાં જ અન્ય એક ટુ લેન પુલ બનાવી ફોર લેન પુલ બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. અળચણ નબળા કામ કે આવા કોઈને કોઈ કારણોસર પુલનું કામ ગોકળગતિએ ચાલતુ હતું ધાર્યા સમય મુજબ પૂર્ણ થયું ન હતું. મોટામવાનો પુલ ટુ લેન સાથે ૮.૩૦ મીટર હતો તેના બદલે પુલને ફોર લેન બનાવી ૧૭.૬૦ મીટરનો કરાયો છે. ૩૬ ફટથી વધુની પહોળાઈવાળા નવા આ પુલની લંબાઈ ૪૫ મીટર હતી તેમાં કોઈ ફેરફાર કરાયો નથી. માત્ર જૂના પુલની બાજુમાં બીજો ટુ લેન પુલ બનાવી ફોર લેન કરી દેવાયો છે. હવે રાજકોટ સિટીથી મેટોડા સુધીનો કાલાવાડ રોડ મોટામવાના પુલ ફોર લેન થઈ જતાં સંપૂર્ણપણે આ માર્ગ ફોર લેન થયો છે.

અંતે હવે બીજો પુલ સંપૂર્ણપણે તૈયાર થઈ જતાં હવે આ પુલને આચારસંહિતાને ધ્યાને લઈને ઉદઘાટન વિના જ લોકો માટે ખુલ્લ ો મુકી દેવાયો છે. પુલ શરૂ થતાં હવે રોજિંદા હજારો વાહનોને આવાગમન માટે સરળતા મળશે.આવી જ રીતે જડુઝ રોડ પર ભીમનગરની અંદર બેઠો પુલ હતો જે પુલ વરસાદી પાણીને લઈને બધં થઈ જતો અને એ વિસ્તારના લોકો માટે પસાર થવુ મુશ્કેલરૂપ બનતું કે વિસ્તારથી વિખુટા પડી જતાં હતા. ભીમનગરના આ બેઠા પુલનો હાઈટ સાથે ઉંચો બનાવવામાં આવ્યો છે. પુલ તૈયાર થઈ જતાં તેને પણ ખુલ્લ ો મુકી દેવાયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News