રાજકોટ શહેર મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના ભરડામાં આવી ગયું છે સાથે જ ઋતુજન્ય રોગચાળાએ પણ માથું ઐંચકયું છે, શહેરમાં ભારે વરસાદ બાદ સતત વિવિધ રોગચાળાના કેસ વધી રહ્યા છે. દરમિયાન આજે જાહેર કરાયેલા મહાપાલિકાના વિકલી એકેડેમિક રિપોર્ટ અનુસાર શહેરમાં વિવિધ રોગના કુલ ૧૯૬૮ કેસ નોંધાયા છે જેમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું છે.
વિશેષમાં મહાપાલિકાએ જાહેર કરેલા વિકલી એપેડમિક રિપોર્ટમાં જણાવ્યા મુજબ છેલ્લા એક સાહમાં ડેંગ્યુના વધુ ૨૧ સહિત કુલ ૧૩૩ કેસ, મેલેરિયાના વધુ ચાર સહિત કુલ ૨૪ કેસ, ચિકન ગુનિયાના વધુ ચાર સહિત કુલ ૨૩ કેસ, ટાઈફોઈડના વધુ બે સહિત કુલ ૬૦ કેસ, મરડાનો એક કેસ અને કોલેરાના વધુ એક સહિત કુલ પાંચ કેસ નોંધાયા છે. યારે શરદી–ઉધરસના ૯૪૨ કેસ સામાન્ય તાવના ૬૪૫ કેસ અને ઝાડા ઉલટીના ૩૪૯ કેસ નોંધાયા છે. એકંદરે ઘરે ઘરે માંદગીના ખાટલા અને દવાખાનાઓમાં દર્દીઓની કતારો જોવા મળી રહી છે.
વિશેષમાં આરોગ્ય અધિકારીએ રોગચાળો નાથવા માટે કરાયેલી કામગીરીની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, ૩૬૦ ટીમો દ્રારા ૯૯૪૩૫ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્રારા ૪૯૨૯ ઘરોમાં ફોગીંગ કામગીરી કરાઇ હતી.મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ,જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૩૧૨ પ્રીમાઇસીસ બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરેનો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૩૧૬ અને કોર્મશીયલ ૬૦ આસામીને નોટીસ આ૫વામાં આવેલ તથા ા.૮,૨૦૦નો વહિવટી ચાર્જ વસુલાયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech