ઉનાની ખાનગી હોસ્પિટલોમાં ૭૫થી વધુ નાગરિકોએ વેક્સિનેશન કરાવ્યું

  • March 05, 2021 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજયમાં કોરોના રસીકરણનો બીજો તબકકો ૧ માર્ચથી પ્રારંભ રાજયભરમાં કરાવેલ છે તેના ભાગરૂપે ઉનાની મહેતા સાર્વજનિક હોસ્પિટલ અને નટરાજ હોસ્પિટલમાં કોવિડ વેક્સિનેશન કેન્દ્ર શરૂ કરાયેલ છે અને ચાર દિવસમાં ૭૫થી વધુ ૬૦ વર્ષથી ઉપરના અને અન્ય ગંભીર બિમારીના લક્ષણો ધરાવતા વરિષ્ઠ નાગરિકો જેમાં દવાના વેપારી વિશ્ર્વનાથભાઈ એલ. જાની (ઉ.૮૧) તથા તેમના ધર્મપત્ની ઉષાબેન જાની (ઉ.૭૧) તથા વરિષ્ઠ પત્રકાર તથા સિનિયર સીટીઝન કનકભાઈ સી. જાનીએ કોવિડ ૧૯ રસીનો પ્રથમ ડોઝ સ્વખર્ચે લઈ અને કોરોના વોરિયર્સ બન્યા હતાં.

એકપણ વરિષ્ઠ નાગરિકોને કોઈપણ પ્રકારની આડઅસર અને મુશ્કેલી પડી નથી. રાષ્ટ્રના હિત માટે પરિવારને સુરક્ષિત કરવા તમામે કોવિડ ૧૯ રસીકરણ કરવા અપીલ કરી છે અને મહેતા હોસ્પિટલના એડમીન મકવાણાભાઈ તથા મેડિકલ સ્ટાફે તમામનું ઉષ્માભર્યુ સ્વાગત કરી આવકારેલ હતાં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS