૧૫ ઓગસ્ટના રાષ્ટ્ર્રીય પર્વની ઉજવણીના ભાગપે આવતીકાલે રાજકોટમાં તિરંગા યાત્રાનું આયોજન રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત સરકાર દ્રારા કરવામાં આવ્યું છે અને તેમાં એક લાખથી વધુ લોકો ઉમટી પડશે તેવો દાવો ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ડોકટર ભરતભાઈ બોઘરાએ આજે સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કર્યેા હતો. ભરતભાઈ બોઘરા એ જણાવ્યું હતું કે આવતીકાલે સવારે ૯:૦૦ વાગે બહત્પમાળી ભવન ચોકમાં સરદારશ્રી વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરીને આ યાત્રાનો પ્રારભં થશે અને મહાત્મા ગાંધીની પ્રતિમાને કુલહાર કરી તેનું સમાપન કરવામાં આવશે. તિરંગા યાત્રાના સમગ્ર ટ પર અનેરી સજાવટ કરવામાં આવી છે અને રાસ મંડળીઓ કલાકારો વગેરે આઝાદીની યાદ કરાવતા કાર્યક્રમની રજૂઆત કરશે. કાલની આ રેલીમાં અન્ય રાજકીય પક્ષોના આગેવાનો અને કાર્યકરો ઉપરાંત રાજકોટવાસીઓને પરિવાર સાથે ઉપસ્થિત રહેવાની અપીલ કરતાં ડોકટર બોઘરાએ જણાવ્યું હતું કે આ યાત્રામાં આઝાદીની વિરાસતનો માહોલ ઊભો કરવામાં આવશે. રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા સંસદ સભ્યો ધારાસભ્યો શાળા કોલેજના વિધાર્થીઓ ઉધોગ અને ધંધાના આગેવાનો જુદા જુદા સામાજિક અને સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે.
જો નાગરિકોમાં દેશભકિત અને રાષ્ટ્ર્રભકિત હોય તો જ રાષ્ટ્ર્ર સલામત છે તે વાત બાંગ્લાદેશ સહિતના દેશોમાં બનેલી ઘટના પરથી જોઈ શકાય છે તેમ જણાવી ભાજપના પ્રદેશ ઉપપ્રમુખે કહ્યું હતું કે ભાવી પેઢીમાં રાષ્ટ્ર્રભકિત માટે આવા કાર્યક્રમ યોજવાનું જરી છે.
પત્રકારો સાથેની વાતચીત વખતે ધારાસભ્યો ઉદયભાઇ કાનગડ રમેશભાઈ ટીલાળા દર્શિતાબેન શાહ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી મેયર નયનાબેન પેઢડીયા મહામંત્રીઓ અશ્વિનભાઈ મોલિયા માધવભાઈ દવે પ્રવકતા રાજુભાઈ ધ્રુવ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોશી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા
મેળામાં લોકોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં
રાજકોટના લોકમેળાના સંદર્ભે પૂછાયેલા સવાલના જવાબમાં ભાજપના પ્રદેશ ઉપપ્રમુખે જણાવ્યું હતું કે અમે આ સમગ્ર પ્રશ્ન ઉકેલવા માટે જિલ્લા કલેકટરને અનુરોધ કર્યેા છે. પરંતુ લોકોની સલામતી સાથે કોઈ પ્રકારનું સમાધાન નહીં થાય
કાલે સિટી બસમાં મફત મુસાફરીની શકયતા
રાજકોટની માફક આગામી દિવસોમાં અમદાવાદ વડોદરા સુરતમાં પણ તિરંગા યાત્રા યોજવાની છે. સુરતમાં આ યાત્રા સંદર્ભે સીટી બસમાં મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે. તે બાબતે પત્રકારોએ ધ્યાન દોરતા મેયર નયનાબેન પેઢડીયાએ યોગ્ય કરવાની ખાતરી આપી હતી.
કોંગ્રેસ પીડીતોના ખભે બંદૂક રાખી રાજકારણ ખેલે છે
આજથી શ થયેલી કોંગ્રેસની ન્યાય યાત્રા બાબતે પૂછાયેલા સવાલના જવાબમાં ડોકટર ભરતભાઈ બોઘરા એ જણાવ્યું હતું કે કોંગ્રેસનો આ સમગ્ર કાર્યક્રમ રાજકીય છે અને તે પીડિતોના ખભે બંદૂક મૂકી રાજકારણ કરી રહી છે. અમે તો ૧૯૯૦ માં નરેન્દ્રભાઈ મોદીએ આવા કાર્યક્રમ શ કર્યા હતા. અમારો આ ટીન કાર્યક્રમ છે. મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓ કાલે રાજકોટમાં છે ત્યારે ટીઆરપી ગેમઝોન કાંડના પીડિત પરિવારોને મળશે કે કેમ તેવા સવાલના જવાબમાં બોઘરા એ કહ્યું હતું કે મુખ્યમંત્રી સહિતનાઓએ આવા પરિવારની મુલાકાત કરી છે અમે તેમની સાથે જ છીએ અને ભવિષ્યમાં પણ યારે એ કોઈ જર પડે તે માટે અમે આવા પરિવારો સાથે જ છીએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech