મણિપુરમાં 900થી વધુ કુકી આતંકી ઘુસ્યા

  • September 21, 2024 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મણિપુરમાં છેલ્લા 16 મહિનાથી હિંસા ચાલી રહી છે અને તાજેતરમાં મળેલી માહિતીએ સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, 900 થી વધુ કુકી આતંકવાદીઓ કે જેઓ ડ્રોનથી બોમ્બ, અસ્ત્રો, મિસાઈલ ફાયરિંગ અને જંગલ યુદ્ધમાં લડવાની તાલીમ મેળવીને વધુ સજ્જ બન્યા છે તેવા લોકો મ્યાનમાર સરહદ થઈને મણિપુરમાં પ્રવેશ્યા છે અને આ આત્ન્કીઓની યોજના 28મીએ મીતાઈ સમુદાયના ગામડાઓ પર હુમલો કરવાની છે. ગુપ્તચર સુત્રોના આ સ્ફોટક અહેવાલ બાદ ત્તંત્ર સાબદું બની ગયું છે અને સુરક્ષા એજન્સીઓએ નેટવર્ક સતર્ક બનાવી દીધું છે.
સૂત્રોનું કહેવું છે કે આ આતંકવાદીઓ 30 સભ્યોના જૂથોમાં વહેંચાઈ ગયા છે અને રાજ્યના વિવિધ ભાગોમાં ફેલાઈ ગયા છે. મળતી માહિતી મુજબ 28 સપ્ટેમ્બરે આ આતંકવાદીઓ મીતાઈ સમુદાયના ગામડાઓ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ગુપ્તચર અહેવાલ મણિપુરના થોબલ જિલ્લાના એક વરિષ્ઠ અધિકારીએ આપ્યો છે. મણિપુરના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે ઈમ્ફાલમાં આ અહેવાલની પુષ્ટિ કરતા કહ્યું કે આ માહિતીને ગંભીરતાથી લેવામાં આવી રહી છે અને તેની સામે અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે.


મણિપુરમાં તાજેતરની અત્યાધુનિક શસ્ત્રોથી હિંસાથી આશ્ર્વર્ય
મણિપુરમાં છેલ્લા 16 મહિનાથી ચાલી રહેલી હિંસાએ રાજ્યને હચમચાવી દીધું છે, પરંતુ સપ્ટેમ્બરની શરૂઆતમાં થયેલી તાજેતરની હિંસાએ બધાને ચોંકાવી દીધા છે. આ હુમલામાં ડ્રોન, મિસાઈલ અને આધુનિક હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કુકી અને મેઇતેઈ સમુદાયો વચ્ચેના સંઘર્ષમાં અત્યાર સુધીમાં 226 લોકોએ જીવ ગુમાવ્યા છે, સેંકડો ઘાયલ થયા છે અને હજારોની સંપત્તિને નુકસાન થયું છે.આદિવાસી લોકો પણ આવા આધુનિક શાસ્ત્રોનો ઉપયોગ કરતા થઈ જાય એ બાબત ચિંતા પ્રેરક છે. જણાવી દઈએ કે મણિપુરમાં હિંસા બંધ ન થવાનું મુખ્ય કારણ કુકી અને મેઇતેઈ સમુદાયો વચ્ચેનો જાતિ સંઘર્ષ છે. મીતાઈ સમુદાય ખીણમાં રહે છે જ્યારે કુકી સમુદાય પર્વતોમાં રહે છે. હિંસા બાદથી એકબીજાના વિસ્તારોમાં બંને સમુદાયોની અવરજવર લગભગ બંધ થઈ ગઈ છે. આ અલગતા હિંસા ચાલુ રાખવાનું મુખ્ય કારણ છે. બંને સમુદાયોએ પોતપોતાના વિસ્તારોમાં બંકરો બનાવ્યા છે અને તેમની પાસે મોટી માત્રામાં શસ્ત્રો પણ છે. જ્યારે પણ તેમને તક મળે છે, તેઓ એકબીજા પર હુમલો કરે છે અને પછી તેમના બંકરમાં છુપાઈ જાય છે. ખીણ અને પહાડી વિસ્તારોની ભૌગોલિક સ્થિતિને કારણે તેમને રોકવા પણ પડકારરૂપ છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application