જીએસટી ઝુંબેશ: પ્રથમ દિવસે જ ૫૦૦૦થી વધુ બોગસ નંબર ઝડપાયા

  • September 06, 2024 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જીએસટીની આજથી બોગસ નંબર શોધી કાઢવા માટેની શ થઈ છે. ગુજરાત સહિત દેશભરમાં આજથી લઈને સતત બે મહિના સુધી બોગસ પેઢીઓ ઝડપી લેવા માટે આકરી કાર્યવાહી કરવામાં આવશે. આજે પ્રથમ દિવસે જ ૫૦૦૦ થી વધુ નકલી રજીસ્ટ્રેશન સામે આવ્યા છે.
જીએસટી વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે બોગસ વેપારીના નંબર તુરતં જ રદ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. જીએસટી નો કાયદો યારથી આવ્યો ત્યારથી ભેજાબાજો દ્રારા તેમના કર્મચારીઓ અને શ્રમિકો ના નામે બોગસ પેઢીઓ ઊભી કરી કરોડો પિયાનું બોગસ બીલીંગ કૌભાંડ આચરવામાં આવે છે આવી અનેક પેઢીઓ ગુજરાત સહિત દેશભરમાંથી ઝડપાય છે. જેમાં ગુજરાતમાં સૌથી વધારે ભાવનગર અને સુરત ખાતેથી બોગસ બિલ્ડીંગ કૌભાંડ સામે આવ્યું હતું.
રાજકોટ ઉપરાંત રાયભરમાં આવા બોગસ રજીસ્ટ્રેશન અને નકલી પેઢીઓને શોધવા માટે જીએસટી દ્રારા સિનિયર અધિકારીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ ટીમ શંકાસ્પદ પેઢીઓને ત્યાં બ તપાસ માટે જશે. વેપારીઓએ કેટલા બોગસ વ્યવહારો કર્યા છે તે અંગેની સઘન ચકાસણી સહિતની તપાસ કરવામાં આવશે અને જે વેપારીઓના નામ ખૂલશે તેની સામે ફોજદારી અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. દેશવ્યાપી ઝુંબેશ માં આજે પ્રથમ દિવસે જ ૫,૦૦૦ થી વધુ નકલી પેઢીઓ સામે આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application