BREAKING NEWS

ખાડી પ્રદેશમાંથી ૩૨૧૭થી વધુ ભારતીય ખલાસી સુરક્ષિત પરત

  • May 19, 2026 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૩,૨૧૭ થી વધુ ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે સ્વદેશ પરત મોકલવામાં આવ્યા છે, જેમાં છેલ્લા ૯૬ કલાકમાં ૬૧નો સમાવેશ થાય છે, યારે ભારતમાં બંદર કામગીરી કોઈપણ ભીડ વિના સામાન્ય રીતે ચાલી રહી છે.મંત્રાલયે જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં બધા ભારતીય નાવિક સુરક્ષિત છે અને દરિયાઈ કામગીરી કોઈપણ વિક્ષેપ વિના ચાલુ છે. તેણે કંડલા બંદર પર એક મુખ્ય એલપીજી કાર્ગેાનું સફળ અનલોડિંગ થયાની પણ પુષ્ટ્રિ આપી હતી.પશ્ચિમ એશિયામાં તાજેતરના વિકાસ અંગે આંતર–મંત્રાલય મીડિયા બ્રીફિંગમાં, બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના અધિક સચિવ મુકેશ મંગલે જણાવ્યું હતું કે માર્શલ આઈલેન્ડનો ધ્વજ ધરાવતું એલપીજી કેરિયર 'સિમી', ભારત માટે ૧૯,૯૬૫ મેટિ્રક ટન એલપીજી લઈને અને ૨૧ વિદેશી ક્રૂ સભ્યોને લઈને, ૧૬ મેના રોજ કંડલા ખાતે લંગયુ હતું અને તેનો કાર્ગેાનું અનલોડિંગ પૂર્ણ કયુ હતું.મંત્રાલયે અત્યાર સુધીમાં ગલ્ફ ક્ષેત્રના વિવિધ સ્થળોએથી ૩,૨૧૭ થી વધુ ભારતીય નાવિકોને સુરક્ષિત પરત લાવવાની સુવિધા આપી છે, જેમાં છેલ્લા ૯૬ કલાકમાં ૬૧નો સમાવેશ થાય છે. ભારતમાં બંદર કામગીરી સામાન્ય છે, અને કોઈ ભીડ નોંધાઈ નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News