પોરબંદર જીલ્લામાં 3ર000 થી વધુ લોકોએ લીધી કોરોનાની રસી

  • March 20, 2021 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોના મુકત પોરબંદર તરફ લોકો આગેકુચ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં જીલ્લાના 3ર000 થી વધુ લોકોએ કોરોનાની રસી લીધી છે.પોરબંદર જીલ્લામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહીક આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલોમાં ર7 હજારથી વધુ જેટલા 60 વર્ષથી વધુ વયની ઉમર ધરાવતા વ્યકિતઓએ કોરોનાની વેકસીન લીધી છે તથા 45 થી 49 વર્ષના ગંભીર બીમારી  ધરાવતા પ હજાર જેટલા વ્યકિતઓએ કરોોનાની રસી મુકાવી છે. કોરોના મહામારીથી બચવા માટે વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરાયેલ તથા સરકાર દ્વારા હોસ્પિટલોમાં વિતરણ કરાયેલ વેકસીન મુકાવવી જરી છે. પ્રથમ તબકકામાં કોરોના વોરીયર્સે રસી મુકાવી છે. હાલ 60 વર્ષથી વધુ ઉમર ધરાવતા તથા 45 થી પ9 વર્ષના ગંભીર બીમારી ધરાવતા વ્‌યકિતઓ કોરોનાની રસી મુકાવીને સ્વસ્થ રહે તે માટે સરકારએ  હોસ્પિટલ ખાતે રસી વિતરણ કરાઇ છે. ત્યારે પોરબંદર જીલ્લામાં અત્યાર સુધી ર7 હજાર થી વધુ 60 વર્ષની વય ઉપરના તથા પ હજાર જેટલા 45 થી પ9 વર્ષની વય ધરાવતા ગંભીર બીમારીવાળા લોકોએ કોરોનાની રસી મુકાવી છે. રસી મુકાવનાર નાગરીકો અન્યને પણ અપીલ કરી રહ્યા છે કે, પોતાને તથા પોતાના પરિવારને કોરોના મહામારીમાંથી બહાર લાવવા રસી મુકાવવી જરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS