જામનગરમાં 31મી થી વધુ છુટછાટ: કર્ફયુમાં એક કલાકની રાહત

  • July 29, 2021 12:19 PM 

શહેરમાં 300 ગજાનનની પંડાલોમાં સ્થાપના થઇ શકશે : બે વર્ષ બાદ ઉજવણી થશે: જામનગર સહિત મહાનગરોમાં જાહેર કાર્યક્રમોમાં હવે 200 ને બદલે 400 લોકો માટે છુટ : હોટલ-રેસ્ટોરન્ટો 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે : ચાર ફુટ સુધીની સિઘ્ધી વિનાયકની મૂર્તિનું સ્થાપન કરી શકાશે : હવે રાત્રી કર્ફયુ 10 ને બદલે 11 થી સવારના 6 સુધી

રાજય સરકારે કોરોનાના કેસો ઘટી જતા જામનગર સહિત 8 મહાનગરોમાં તા. 31 થી વધુ છુટછાટો આપી છે અને રાત્રી કર્ફયુમાં પણ એક કલાકની રાહત આપી છે,  જામનગર શહેરમાં બે વર્ષ બાદ ગણેશ ભકતો ગણપતી મહોત્સવ ઉજવી શકશે, જાહેર કાર્યક્રમોમાં હવે 200ના બદલે 400 લોકો ભાગ લઇ શકશે તેમજ રાત્રે 10 વાગ્યા સુધી હોટલ-રેસ્ટોરન્ટો ખુલ્લા રાખી શકાશે.

ગઇકાલે મુખ્યમંત્રી વિજય પાણીના અઘ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં જામનગરમાં રાત્રી કર્ફયુ 10 થી 6 હતો તેના બદલે હવે 11 થી 6 રાખવા નિર્ણય કરાયો છે, તેમજ હોટલોમાં રાત્રે 9 વાગ્યા સુધી બેસીને જમવાની છુટ હતી તેના બદલે હવે 10 વાગ્યા સુધી બેસીને જમી શકાશે.

ખાસ કરીને ખુલ્લી જગ્યામાં યોજાતા જાહેર કાર્યક્રમોમાં પહેલા 200 લોકોની છુટ હતી તે હવે ડબલ કરીને 400 ની કરી દેવામાં આવી છે, આગામી દિવસોમાં તા. 1 થી અઠવાડીયા સુધી સરકારની પાંચ વર્ષની ઉજવણી થનાર છે, તેમાં હવે છુટછાટનો લાભ મળશે.

સપ્ટેબર મહીનામાં શ થનાર ગણેશ મહોત્સવ ઉજવવા છુટછાટો આપવામાં આવી છે જો કે ચાર ફુટ સુધીની ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરી શકાશે, જામનગર શહેરમાં બે વર્ષ બાદ ગણેશ મહોત્સવની ઉજવણી થશે 300 થી વધુ પંડાલોમાં  આ ઉજવણી થઇ શકશે, શહેરમાં દર વર્ષે સપ્ટેબર મહીનામાં આ મહોત્સવ યોજાય છે, પરંતુ આ વખતે કોવિડની ગાઇડલાઇનનું સખત પાલન કરવાનું રહેશે અને નાની મૂર્તિઓનું સ્થાપન કરી શકાશે, આમ સરકારે તા. 31 થી કેટલીક વધુ છુટ છાટો આપતા લોકોને પણ રાહત થઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS