એક સપ્તાહમાં 30થી વધુ યુવાનોને હાર્ટએટેક સરકાર મિટિંગોમાં, વિપક્ષ નિવેદનોમાં મસ્ત

  • October 24, 2023 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોરોના બાદ ગુજરાતમાં યુવાઓમાં હાર્ટ એટેકના વધતા જતા કિસ્સાઓએ ચિંતા પેદા કરી છે. છેલ્લા એક અઠવાડિયામાં 30થી વધુ હાર્ટ એટેકના કેસ સામે આવ્યા છે. ત્યારે આગામી સમયમાં શું તકેદારી રાખવી સહિતની વિચાણા અંગે રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે એક બેઠકનું આયોજન કરાયું. રાજ્યમાં વધતા હાર્ટ એટેકના બનાવોને લઈ રાજ્ય સરકારે ચંતા વ્યક્ત કરી છે. આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સિનિયર અધિકારીઓ સાથે બેઠક યોજી સૂચનાઓ આપી હતી.


યુવાઓ ગરબે રમતા, રીક્ષા ચલાવતા, કસરત કરતા, ક્રિકેટ રમતા અચાનક ઢળી પડ્યા બાદ યુવાનોના હૃદય બંધ પડી જવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેને લઈને તબીબ આલમ ચિંતામાં છે તો રાજ્ય સરકાર પણ સતર્ક બની છે અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પેટેલે રાજ્યના વિવિધ સિનિયર અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં યુએન મહેતા હોસ્પિટલના ડિરેક્ટર, તથા અમદાવાદ સિવિલ સુપ્રિટેન્ડેટ સહિતના તબીબો પણ હાજર રહ્યા હતા.


આ પહેલા આનંદી બેન પટેલે પણ વધતા હાર્ટ એટેકને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ કોરોના રસીના કારણે નહીં પરંતુ કોરાના વાયરસના કરાણે કેસ વધી રહ્યા છે. જેની યોગ્ય તપાસ થવી જોઈએ, અને વધતા હાર્ટ એટેકના કેસને કેવી રીતી અટકાવી શકાય તેવી તે અંગે પણ સતરવરે વિચાણા કરવી જોઈએ. મહત્વનું છે કે ઉંમર નાની હોય કે મોટી, પરંતુ હાર્ટ એટેકની હોવાના કિસ્સાઓ વધુ સામે આવી રહ્યા છે. હાલ સુધી તો આ પ્રકારની ઘટના શાં માટે બની રહી છે તેના કોઈ ચોક્કસ કારણો તો જાણી શકાયા નથી, પરંતુ મહત્વના કારણોમાં ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવ્યાના કિસ્સાઓ વધુ જોવા મળી રહ્યા છે. નવરાત્રિ દરમિયાન ગરબે રમતા કે ગરબે રમીને પરત આવતા 15 જેટલા લોકોના હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યા હોવાનું બહાર આવ્યું છે. જો કોઈ અન્ય બિમારી હોય તો તેનું પણ સત્વરે તબીબની સલાહ લેવી જોઈએ.બીજી તરફ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે હાર્ટ એટેકથી યુવાનોના મૃત્યુનો દર સતત વધી રહ્યો છે ત્યારે સરકારે સર્વે અને નિષ્ણાતોની ટીમ દ્વારા સત્વરે કારણ જાણવું જોઇએ . કોરોનાની કઇ વેક્સિન લીધી તેની પણ તપાસ જરૂરી છે. યોગ્ય કારણ શોધી આગોતરી દવાઓ કે તપાસ માટે વ્યવસ્થા થવી જોઈએ જેથી કોઈએ જીવ ગુમાવવાનો વારો ના આવે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application