દેશમાં કૂતરાઓના હુમલા સતત વધી રહ્યા છે. કૂતરાના હુમલાને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. સરકારે આજે સંસદમાં જણાવ્યું હતું કે ગયા 5 વર્ષથી 2023 સુધીમાં કૂતરા કરડવાના લગભગ 30.5 લાખ કેસ નોંધાયા છે. કૂતરા કરડવાથી 286 લોકોએ જીવ ગુમાવ્યા છે.
આ માહિતી મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં સંસદને આપી હતી. મંત્રીએ ગૃહને જણાવ્યું હતું કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલા સંકલિત રોગ સર્વેલન્સ પ્રોગ્રામ (આઇડીએસપી)માં પ્રાપ્ત ડેટા મુજબ, 2018થી2023 દરમિયાન કૂતરાના કરડવાના કુલ 30,43,339 કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન કૂતરા કરડવાથી 286 લોકોના મોત થયા છે.
નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ તરફથી મળેલા રિપોર્ટ અનુસાર, વર્ષ 2023 દરમિયાન હડકવા વિરોધી રસીની સંખ્યા 46,54,398 હતી. આરોગ્ય મંત્રાલય દેશમાં હડકવાના નિવારણ અને નિયંત્રણ માટે આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપ સિવાયના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 12મી પંચવર્ષીય યોજનાથી રાષ્ટ્રીય હડકવા નિયંત્રણ કાર્યક્રમનો અમલ કરી રહ્યું છે.
લલન સિંહે કહ્યું, ’આ ઉપરાંત, કૂતરાના કરડવાના કેસોને નિયંત્રિત કરવા માટે કૂતરાની વસ્તીનું સંચાલન એ એક મહત્વપૂર્ણ કાર્ય છે. આ સંદર્ભમાં, ઘણી સ્થાનિક સંસ્થાઓ પ્રાણીઓના જન્મ નિયંત્રણ કાર્યક્રમો અને હડકવા વિરોધી રસીકરણનો અમલ કરી રહી છે. આ માટે કેન્દ્ર સરકારે એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ, 2023 તૈયાર કયર્િ છે. લોકસભામાં બોલતા, તેમણે કહ્યું, ’કેન્દ્ર સરકાર પશુ રોગ નિયંત્રણ માટે રાજ્ય સહાય હેઠળ પણ ભંડોળ પૂરું પાડે છે. રાજ્ય સરકાર હડકવા રસીકરણ માટે આ ભંડોળનો ઉપયોગ કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆધાર ઓથોરિટીએ એક સાથે મહાપાલિકાના 18 ઓપરેટરને સસ્પેન્ડ કરતા અરજદારોની હાલત માઠી
November 07, 2024 03:45 PMરાજકોટમાં ઝડપાયેલા લાઠીના શખસને ડ્રગ્સ સપ્લાય કરનાર અમદાવાદનો શખસ પકડાયો
November 07, 2024 03:44 PMસિવિલમાં પાણી પ્રશ્ર્ને મેયરના પેટનું પાણી ન હલ્યું
November 07, 2024 03:43 PMઅગ્નિકાંડના આરોપીઓ સામે 5000 પેઇજમાં પુરાવા રજૂ
November 07, 2024 03:41 PM‘ભુલ ભુલૈયા 3’ એ 6 દિવસમાં અધધધ...150 કરોડની કમાણી કરી, કાર્તિક આર્યનએ બનાવ્યો રેકોર્ડ
November 07, 2024 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech