પોરબંદરના નવા કુંભારવાડા સહિત ખાડી કાંઠના હજારો મકાનોમાં વરસાદી અને ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણી ભરાઇ ગયા હતા તેથી આ વિસ્તારમાં રોગચાળો ફેલાય તેવી શકયતા જણાતા સામાજિક સંસ્થાઓએ અગમચેતીના ભાગ પે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરતા ૨૫૦થી વધુ લોકોએ તેનો લાભ લીધો હતો.
પોરબંદરમાં ગત દિવસોમાં પડેલ ધોધમાર વરસાદના કારણે શહેરમાં નીચાણવાળા વિસ્તાર કુંભારવાડા,ઝુંડાળા ખાડી વિસ્તારમાં પુર જેવી પરિસ્થિતિ સર્જાયેલી અને તેના કારણે ફેલાયેલ પાણીજન્ય રોગોથી ઘણા ગરીબ પરિવારોને મુશ્કેલીઓ પડતી હોય તેવા સમયે રેડક્રોસ સોસાયટી-પોરબંદર તાલુકા શાખાના સ્થાપક પ્રમુખ રામદેવભાઈ મોઢવાડીયા અને પોરબંદરમાં સેવા કાર્ય માટે સદા અગ્રેસર અને સેવાના સારથી એવા પાયોનિયર ક્લબ પોરબંદર, સાગરપુત્ર સમન્વય અને લાયન્સ ક્લબ ઓફ પોરબંદર ‘બાપુ’ ના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા ના સહયોગથી આ પાણીજન્ય રોગોના ઈલાજ માટે નવા કુંભારવાડા વાણંદ સમાજની વાડી ખાતે આઈ.સી.યુ. મોબાઈલ વાન દ્વારા નિષ્ણાત ડોક્ટરો દ્વારા નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.આ કેમ્પમાં તાવ, શરદી,ઉધરસ,ચામડીના રોગો ના નિદાન માટે જનરલ ફિઝીશિયન, ચામડીના ડોક્ટર,ઈ.એન.ટી.ડોકટર વગેરેની ટીમ તથા બ્લડ,યુરિનના રીપોર્ટ માટે જરી લેબોરેટરી ની સુવિધા,પોર્ટેબલ યુનિટ દ્વારા ૨૫૦ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા અને જરી દવાઓ આપવામાં આવી હતી.
કેમ્પમાં ડો.વિપુલ પટેલ (ઇ.એન.ટી.), ગિરિરાજ મહેતા એ.એચ.એ., ફિઝીશિયન ડો.હેત ભાલાણી,સ્કીન સ્પેશિયાલીસ્ટ ડો.જય મુછલ,બાળરોગ નિષ્ણાંત ડો.જીતેન્દ્ર જોષી,વગેરે ડોકટરોએ સેવા આપી હતી.તેમજ ડો.હેતલ મોઢવાડીયા આયુસ એમ.ઓ.,દેવશી ઓડેદરા (લેબ ટેક્નિશ્યન),નારણભાઈ ગરચર ડ્રાઈવર અને વર્ગ-૪ ના કર્મચારી રાજેશભાઈ કોડિયાતર પણ ડોકટરો સાથે સેવામાં હાજર રહ્યા હતા.આ કેમ્પમાં અયોજક પ્રવીણભાઈ ખોરાવા તથા કોર્ડીંનેટર ધર્મેશભાઈ પરમાર,પાયોનિયર ક્લબના મેમ્બર્સ તેમજ સામાજીક કાર્યકર નરેશભાઈ થાનકી,પીયુષ મજીઠીયા તથા મહેમાનો દેવશીભાઈ પરમાર,કપીલભાઈ કોટેચા,વાણંદ સમાજના પ્રમુખ અમૃતલાલ રાઠોડ,કરણભાઈ પરમાર, જયમલભાઈ પરમાર,રાજ પોપટ, રમેશભાઈ લુદરીયા,અતુલભાઈ કારીયા, હાર્દિક લાખાણી,અનિલભાઈ વાજા, ચનભાઈ મોરી,કિશોરભાઈ ગરેજા વગેરે હાજર રહી કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો અને સેવાકીય કાર્યમાં સેવામાં સહભાગી બન્યા હતા.
આ આયોજન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખા અને પાયોનિયર ક્લબ પોરબંદર દ્વારા કરવામાં આવ્યું હતું.ખોજા સમાજના આગેવાનો ખાસ હાજરી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech