BREAKING NEWS

ગુજરાતમાં SIR હેઠળ અત્યારસુધીમાં 2.17 કરોડથી વધુ નાગરિકોનું મેપિંગ, 3.90 કરોડ ફોર્મનું વિતરણ

  • November 11, 2025 04:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4 નવેમ્બરથી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી(Chief electoral office)ની સમગ્ર ટીમ રાજ્યભરના જિલ્લા ચૂંટણી અધિકારીઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, મતદાર નોંધણી અધિકારીઓ તથા સહાયક મતદાર નોંધણી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહીને સમગ્ર કાર્યપ્રગતિ પર નજર રાખવાની સાથે તેમને માર્ગદર્શન આપી રહી છે. 


ઘરોની ત્રણ વખત મુલાકાત પણ લઈ રહ્યા છે

મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની સમગ્ર પ્રક્રિયામાં બૂથ લેવલ ઓફિસર પાયાના પથ્થર સમાન છે. ગણતરી (એન્યુમરેશન) ફોર્મનું વિતરણ, મતદારને તેમના નામ અથવા સંબંધીઓના નામ સાથે મેચિંગ/ લિંકિંગમાં મદદ કરવી તથા નવા મતદારોને નામ ઉમેરવા માટે કરવી પડતી પ્રક્રિયાથી માહિતગાર કરવા સહિતના ખૂબ જ અગત્યની કામગીરી બૂથ લેવલ ઓફિસર સુપેરે સંભાળી રહ્યા છે. જેના માટે તેમને ફાળવવામાં આવેલા વિસ્તારના ઘરોની ત્રણ વખત મુલાકાત પણ લઈ રહ્યા છે. 


3.90 કરોડ ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ

હાલમાં રાજ્યભરના તમામ જિલ્લાઓમાં કુલ 50,963 બૂથ લેવલ ઓફિસર્સ ફરજ નિભાવી રહ્યા છે. અદ્યતન મતદાર યાદી અનુસાર રાજ્યમાં કુલ 5.08 કરોડ મતદારો નોંધાયેલા છે. જેમના મેપિંગ માટે રૂબરૂ, મોબાઈલ એપ્લિકેશન તથા ઓનલાઈન ડેટાબેઝના માધ્યમથી તા.11/11/2025ના રોજ ઉપલબ્ધ વિગતોને આધારે 2.17 કરોડથી વધુ નાગરિકોનું મેપિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારે 3.90 કરોડ ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ થયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application