શેર માર્કેટમાં પાછલા અઠવાડિયે ઘણી તેજી જોવા મળી. ત્રણ દિવસ માર્કેટ ખુલ્યું અને ત્રણેય દિવસ સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી રહી. જ્યારે ઘણી કંપનીઓના શેરમાં પણ જબરદસ્ત તેજી આવી. આ ઉપરાંત માર્કેટમાં કેટલાક મલ્ટિબેગર શેર રોકાણકારોને જબરદસ્ત વળતર આપી રહ્યા છે. આવો જ એક શેર સ્ટોક માર્કેટમાં રોકેટ બન્યો છે. તેણે 5 વર્ષમાં 1500 ટકાથી વધુ વળતર આપ્યું છે. આ મલ્ટિબેગર શેરનું નામ હિટાચી એનર્જી ઈન્ડિયા લિમિટેડ (Hitachi Energy India Ltd) છે. આ મલ્ટિબેગર સ્ટોક રોકાણકારોને સતત જબરદસ્ત વળતર આપી રહ્યો છે. ગુરુવારે આ શેર 3.74%ની તેજી સાથે 13169.35 રૂપિયા પર બંધ થયો હતો. પાછલા અઠવાડિયે સ્ટોક માર્કેટમાં માત્ર 3 દિવસ (મંગળવાર, બુધવાર અને ગુરુવાર)નો કારોબાર થયો હતો. આ ત્રણ દિવસોમાં આ શેર રોકેટની ગતિએ ભાગ્યો છે. આ ત્રણ દિવસોમાં તેણે રોકાણકારોને 10 ટકાથી વધુ વળતર આપ્યું છે.
એક વર્ષમાં 50%થી વધુ વળતર
આ શેર રોકાણકારોને એક વર્ષમાં 50 ટકાથી વધુ વળતર આપી ચૂક્યો છે. એક વર્ષ પહેલા તેની કિંમત 8294 રૂપિયા હતી. હવે 13169.35 રૂપિયા છે. આમ આ શેરનું એક વર્ષનું વળતર 58.77 ટકા રહ્યું છે. જો તમે એક વર્ષ પહેલા એક લાખ રૂપિયાના શેર ખરીદ્યા હોત તો તેની વેલ્યુ હવે દોઢ લાખ રૂપિયાથી વધુ હોત.
ત્રણ વર્ષમાં લખપતિ
આ શેરે ત્રણ વર્ષમાં જ રોકાણકારોની હજારોની રકમને લાખોમાં બદલી નાખી છે. એટલે કે તેમને લખપતિ બનાવી દીધા છે. ત્રણ વર્ષ પહેલા આ શેરની કિંમત લગભગ 3236 રૂપિયા હતી. હવે 13169.35 રૂપિયા છે. આ શેરે ત્રણ વર્ષમાં રોકાણકારોને લગભગ 300 ટકા વળતર આપ્યું છે. જો તમે ત્રણ વર્ષ પહેલા તેમાં 50 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તે રકમ વધીને આજે 1.50 લાખ રૂપિયા થઈ ગઈ હોત. એટલે કે તમે લખપતિ બની ગયા હોત.
5 વર્ષમાં કમાલ કરી દીધી
જો 5 વર્ષના વળતરની વાત કરીએ તો તેણે રોકાણકારોને છપ્પરફાડ વળતર આપ્યું છે. આ 5 વર્ષોમાં તેનું વળતર લગભગ 1560 ટકા રહ્યું છે. જો તમે 5 વર્ષ પહેલા આ કંપનીના એક લાખ રૂપિયાના શેર ખરીદ્યા હોત તો આજે તે એક લાખ રૂપિયાની વેલ્યુ 16 લાખ રૂપિયાથી વધુ હોત. એટલે કે માત્ર 5 વર્ષમાં જ એક લાખ પર 15 લાખ રૂપિયાથી વધુનો નફો થઈ ગયો હોત.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવૈશ્વિક જોખમો વચ્ચે સારું ચોમાસું ભારતના વિકાસને વેગ આપશે
April 21, 2025 10:41 AMઆઇપીએલમાં સીએસકેની સફર પૂરી? પોઈન્ટ ટેબલમાં છેક તળિયે
April 21, 2025 10:37 AMકાશ્મીરમાં લેન્ડસ્લાઈડને લીધે પાંચ હજાર ગુજરાતી પ્રવાસીઓ ફસાયા
April 21, 2025 10:31 AMકાશ્મીરમાં આજે પણ આંધી સાથે વરસાદની આગાહી, શાળા-કોલેજોમાં રજા, રામબનમાં વાદળ ફાટતા ભારે વિનાશ
April 21, 2025 10:24 AMનવી શિક્ષણનીતિ મુજબ આજે પ્રથમ વખત મળેલી સૌ. યુનિ.ની બોર્ડ ઓફ સ્પોર્ટ્સની બેઠક
April 21, 2025 10:23 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech