રાજકોટ જિલ્લામાં 11 હજારથી વધુ ખેડૂતોને ગત વર્ષે વિવિધ સરકારી કલ્યાણકારી યોજનામાં મળી આટલા લાખની સહાય

  • January 31, 2024 11:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ કરવાના હેતુસર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં વિવિધ ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓ અમલમાં છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં વિવિધ યોજનાઓ અંતર્ગત ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવે છે. 


રાજકોટ જિલ્લા ખેતીવાડી વિભાગે વર્ષ ૨૦૨૨-૨૩માં કૃષિ, ખેડૂત કલ્યાણની વિવિધ યોજનાઓમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. જે મુજબ, રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ મળીને ૧૧,૨૩૪ ખેડૂતોને વિવિધ યોજનાઓ હેઠળ રાજ્ય સરકારે કુલ રૂપિયા ૧૪૩૮ લાખની સહાયની ચૂકવણી કરી છે. 


એટલું જ નહીં, યંત્રોના ઉપયોગ થકી ખેતીકાર્ય સરળ અને ઝડપી બને તે માટે પણ રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય આપે છે. કૃષિમાં યાંત્રિકિકરણને પ્રોત્સાહન આપતા, એ.જી.આર.-૨, અનુસૂચિત જાતિ અને જનજાતિ સિવાયના ખેડૂતો માટેના કૃષિ સહાયક કાર્યક્રમ હેઠળ, રાજકોટ જિલ્લામાં ૩૩૨૨ ખેડૂતોને રૂપિયા ૧૮૭ લાખની સહાય આપવામાં આવી છે. જ્યારે એ.જી.આર.-૨ કૃષિ યાંત્રિકિકરણ સ્કીમ હેઠળ જિલ્લામાં ૫૭૮ ખેડૂતોને રૂપિયા ૨૭૭ લાખની સહાય મળી છે. 


આ ઉપરાંત ઓન ફાર્મ સ્ટોરેજ એ.જી.આર.-૨ અંતર્ગત ૧૭૨ લાભાર્થી ખેડૂતોને રૂપિયા ૧૩૦ લાખની સહાય આપવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application