ગિરનાર પર્વત પર આવેલા શકિતપીઠ અંબાજી મંદિરના મહતં બનવાને લઈને હવે વિવાદમાં નવો ફણગો ફટી નીકળ્યો છે. સમાધિ પૂર્વે ભુતનાથ મંદિરના મહતં મહેશ ગીરી બાપુએ જણાવ્યું હતું કે તનસુખગીરી બાપુના શિષ્ય તરીકે તનસુખગીરી બાપુએ સ્વયમં દીક્ષા વિધિ કરી હતી.જોકે તેણે અંબાજી મંદિરના મહતં પદે રહેવાનો ઇનકાર કર્યેા હતો.પરંતુ ગઈકાલે જૂના અખાડાની બેઠકમાં ગિરનાર મંડળના સંતો દ્રારા અંબાજી મંદિરના નવા મહતં તરીકે એકાએક પિકચરમાં આવેલા પ્રેમગીરી મહારાજના નામની જાહેરાત કરી ભીડભંજન મંદિર ખાતે ચાદર વિધિ કરી દેતા વિવાદ સર્જાયો હતો.ચાદર વિધિ સમયે જ દિવંગત તનસુખગીરી બાપુના પરિવારજનોએ પણ હવે અંબાજી મંદિરના મહતં બનવાને લઈને દાવો ઠોકતા મામલો વધારે ઉગ્ર બની રહ્યો છે. એક તબક્કે તો વિરોધમાં જો યોગ્ય નહીં થાય તો આત્મવિલોપન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.આગામી દિવસોમાં નવા મહંતની નિમણૂક મામલે ગિરનાર ક્ષેત્ર અને જૂનાગઢમાં નવાજૂનીના એંધાણ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ વિવાદ વકરતા તત્રં પણ એકશનમાં આવે તેવી શકયતા સેવાઈ રહી છે. સંભવત આગામી દિવસોમાં ગિરનાર અંબાજી મંદિરની જગ્યા પર સરકાર હસ્તક સંચાલન લઈ કલેકટર પ્રતિનિધિત્વ કરે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.મહતં પદની નિમણૂક અને જગ્યા મામલે વધુ વિવાદ થશે અને વકરશે તો આગામી દિવસોમાં સરકાર કે તત્રં હસ્તક્ષેપ કરે તેવી પણ સંભાવના સેવાઈ રહી છે.
ગિરનાર પર્વત પર આવેલા ૫૧ શકિતપીઠ પૈકી અંબાજી મંદિરના મહતં તનસુખગીરી બાપુ દિવંગત થયા હતા. ત્યારબાદ ગઈકાલે તેમની સંન્યાસી પરંપરા અનુસાર વિધિ કરવામાં આવી હતી. વિધિ પૂર્વે જુના અખાડાની બેઠક શકરીયા ટીંબામાં યોજવામાં આવી હતી. જેમાં ગિરનાર મંડળના સાધુ–સંતો, હરિગીરી મહારાજ, ઇન્દ્રભારતી મહારાજ, પ્રેમગીરી મહારાજ અને સિદ્ધેશ્વર ગીરીની સાથે શેલજા દેવી અને અન્ય ગિરનાર મંડળના સાધુ સંતો હાજર રહ્યા હતા. જેમાં ગિરનાર મંડળના મહામંત્રી તરીકે રહેલા તનસુખગીરી બાપુની જગ્યા પર ભવનાથ મંદિરના મહતં હરિગીરી મહારાજની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ અંબાજી મંદિરના મહતં તરીકે જુના અખાડાની પરંપરા અનુસાર પ્રેમગીરી મહારાજને જાહેર કર્યા હતા.સંન્યાસી પરંપરા અનુસાર કોઈપણ મહતં દિવંગત થાય ત્યારબાદ તેમની ધૂળલોટ વિધી ત્રીજા દિવસે કરવામાં આવતી હોય છે. જેમાં કોઈ પણ મહતં દ્રારા તેમના શિષ્યની અગાઉ જાહેરાત કરી હોય, તેવી સ્થિતિમાં મહંતના બ્રહ્મલીન થયા બાદ તેમના ઉત્તરાધિકારી તરીકે મહંતે નિમણૂક કરેલા તેમના શિષ્યને પરંપરાગત રીતે ગાદી મળતી હોય છે.પરંતુ તનસુખગીરી બાપુએ તેમની હયાતીમાં કોઈપણ શિષ્યની નિમણૂંક કરી ન હતી.જેને કારણે જૂના અખાડાની તાકીદની એક બેઠક યોજવામાં આવી જેમાં સર્વાનુમતે પ્રેમગિરી મહારાજને તનસુખગીરી બાપુના સમાધિ શિષ્ય તરીકે સ્વીકારવામાં આવ્યા અને અંબાજી મંદિરના મહતં તરીકે તનસુખગીરી બાપુના ઉતરાધિકારી તરીકે જાહેર કરાયા. ત્યારબાદ તનસુખગીરી બાપુના પરિવારજનોનો ભારે વિરોધ થયો અને પ્રેમગીરી બાપુની નિમણૂક સામે તેઓએ તેમનો વિરોધ વ્યકત કર્યેા હતો.
ધૂળલોટ વિધિ દરમિયાન તનસુખગીરી બાપુની સમાધિનું પૂજન થઈ રહ્યું હતું.તે સમયે જુના ખાડાના સાધુ સંતોની હાજરીમાં પ્રેમગીરી મહારાજને મહતં તરીકે જાહેર થતાં જ તનસુખગીરીબાપુના પરિવારજનો કુંદનગીરી અને દુષ્યંતગીરીએ ભારે વિરોધ કર્યેા હતો. અને પ્રેમગીરી બાપુની નિમણૂંકને અયોગ્ય ગણાવીને અંબાજી મંદિરની ગાદી પર તેમનો અધિકાર છે અને તેમને મળવી જોઈએ અન્યથા તેમનો સમગ્ર પરિવાર આત્મવિલોપન કરશે આવી ચિમકી આપતા મામલો વધુ ગૂંચવાયેલો જોવા મળી રહ્યો છે હાલ તો અખાડાની પરંપરા અનુસાર પ્રેમગીરી મહારાજને તનસુખગીરી બાપુના ઉતરાધિકારી તરીકે નિમણૂંક કરાયા છે સમગ્ર મામલામાં વિરોધ વ્યાપક બની રહ્યો છે. જેને પગલે મંદિરના મહંતનો મામલો કાયદાકીય આંટી ઘૂંટીમાં પણ આગામી દિવસોમાં ગુંચવાતો જોવા મળશે.
ભુતનાથ મંદિરના મહતં મહેશગીરી બાપુએ તનસુખગીરી બાપુ દ્રારા તેમને શિષ્ય બનાવ્યો હોવાનો દાવો કર્યેા હતો. તેની વચ્ચે ગઈકાલે ગિરનાર મંડળ અને જૂના અખાડાની બેઠકમાં પ્રેમગીરી મહારાજને તનસુખગીરી બાપુના સમાધિ શિષ્ય તરીકે જાહેર કરીને તેમને અંબાજીના મહતં બનાવી દેવામાં આવ્યા હતા. તેની વચ્ચે તનસુખગીરી બાપુના પરિવારજનોમાંથી પણ મહતં પદને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે મંદિરના મહંતને લઈને ગુ શિષ્ય પરંપરા જુના અખાડાની વ્યવસ્થાની સાથે પરિવારના દાવા જેવા ત્રિકોણીય જંગમાં અંબાજી મંદિરનું મહતં પદ ફસાયેલું જોવા મળે છે. અત્રે એ પણ ઉલ્લ ેખનીય છે કે ગઈકાલે ચાદર વિધિ વખતે તનસુખ ગીરી બાપુના પરિવારજનોમાં ભારે રોષ છવાયો હતો. જેથી સ્થળ પર પોલીસ પણ પહોંચી હતી. સમગ્ર મામલો સંતો તથા પરંપરાનો હોવાથી પોલીસ દ્રારા પણ સ્થિતિનો ચિતાર આપી ઉચ્ચઅધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં તત્રં હસ્તક્ષેપ કરે તેવી સંભાવના છે ગિરનાર મંડળ, છાયા મંડળ અને તનસુખગીરીબાપુના પરિવારજનો વચ્ચે જંગ: સરકાર હસ્તક્ષેપ કરે તેવી સંભાવના
અંબાજી મંદિરના મહતં તરીકે પ્રેમગીરીજીની નિમણૂકથી વધુ વિવાદ અખાડાના સર્વે સંતો દ્રારા નિર્ણય પરંતુ અંતિમ નિર્ણય કલેકટરનો જ
ગીરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુના જણાવ્યા મુજબ અખાડાની પરંપરા છે કે જો શિષ્ય ન હોય તો તેને શિષ્ય બનાવે છે અને દસ નામ જુના અખાડા ના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ પ્રેમગીરી મહારાજને મહતં પદે નિમણૂક કરવામાં આવી છે. જેમાં અખાડાની પરંપરા, ૧૪ મણીની પરંપરા બાદ નિર્ણય લેવામાં આવે છે પહેલા અખાડો નિર્ણય લે પછી મળીને હરેક પરિવાર નિર્ણય લે છે આ નિર્ણય અખાડાના સંતોએ લીધો છે. પરંતુ અંતિમ નિર્ણય તો કલેકટર જ લેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢના જગદલપુરમાં ભયાનક માર્ગ અકસ્માત, મિની ટ્રક પલટી જતાં 5 લોકોનાં મોત, ડઝનેક ઘાયલ.
December 22, 2024 09:10 AMઆ રાશિના જાતકોને ધંધામાં ફાયદો થશે, અંગત સફળતામાં વધારો થશે
December 22, 2024 09:03 AMકચ્છ: નખત્રાણામાં નકલી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ, એક આરોપીની ધરપકડ
December 21, 2024 08:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech