મોરબીની સગીરાને માળિયા લઇ જઇ દુષ્કર્મ આચર્યું, મદદ કરનાર સહિત બે સામે ગુનો

  • March 09, 2021 12:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીની સગીરાને એકટીવા શીખવવાના બહાને એક ઇસમ લઇ ગયા બાદ તેને માળિયા લઇ જઈને બે વખત મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું અને માળિયાના એક શખ્શે આ ગુન્હામાં તેની મદદગારી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની ૧૨ વર્ષ ૭ માસની સગીરા સાથે દુષ્કર્મનો બનાવ પ્રકાશમાં આવ્યો છે જેમાં ભોગ બનનારના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી વિજય તેજાભાઈ અગેચણીયા રહે નવલખી બાયપાસ વાળાએ તેને એકટીવા શીખવવાનું કહી બેસાડી હાઈવે પર લઇ ગયો હતો જ્યાંથી હળવદ લઇ જઈને કપડા લીધા હતા અને બાદમાં માળિયા લઇ ગયો હતો જ્યાં રાત્રીના માળિયા પુલ પાસે આવેલ ચાની દુકાન વાળા ડાડા મિયાણા રહે માળિયા વાળા સાથે આરોપી વિજયે વાત કરી હતી અને તેના ઘરે લઇ ગયો હતો જ્યાં આરોપી વિજયે બે વખત મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં કોઈને કહીશ તો ધમકી આપી હતી જેથી સગીરા ડરી ગઈ હોય જે અંગે પરિવારને વાત કરતા પિતાએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે બી ડીવીઝન પોલીસે આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ પીઆઈ આઈ એમ કોઢિયા ચલાવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS