BREAKING NEWS

સોળ વર્ષની સગીરાના અપહરણ, દુષ્કર્મ કેસમાં આરોપીને નિર્દેાષ છોડતી મોરબી કોર્ટ

  • July 10, 2026 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીની પોકસો અદાલતે એક ચકચારી કેસમાં મહત્વપુર્ણ ચુકાદો આપતા સગીરના અપહરણ અને દુષ્કર્મના ગંભીર આક્ષેપોનો સામનો કરી રહેલ આરોપી રમેશ નાનુરામ યાદવને નિર્દેાષ છોડી મુકવાનો આદેશ કર્યેા છે. આ કેસમાં વાંકાનેરના વકીલ કલ્પના બજાણી રોકાયેલ હતા.
મોરબીમાં આવેલ વ્રીજ સીરામીકમાં કામ કરતા ફરિયાદીએ મોરબી તાલુકા પોલીસમાં આરોપી રમેશ યાદવ વિરૂદ્ધ તેની ૧૬ વર્ષની સગીર પુત્રીને લની લાલચ આપી લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઈરાદાથી અપહરણ કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવેલ હતી. જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ હતું.
આ કામમાં આરોપીના વકીલ કલ્પના બજાણી દ્રારા કરવામાં આવેલ કાનુની બચાવ તથા વિવિધ ચુકાદા રજુ કરેલ હતા. સાથે કોર્ટે જણાવેલ હતું કે, ભોગ બનનારે સોગદં ઉપર પુરાવો પુરો પાડવામાં આવેલ છે અને ભોગ બનનાર આક્ષેપો મુજબ કોઈ જ પ્રકારનો બનાવ બનેલનો વિશ્ર્વસનીય પુરાવો આપેલ નથી. ભોગ બનનારને કોઈપણ પ્રકારે હાની પહોંચાડેલ નથી અને તેનાથી કોઈપણ પ્રકારનો ખર્ચ કરવો પડેલ તેવું બનેલ નથી.
આ તમામ હકિકત કોર્ટે ધ્યાને લઈ ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયેલ છે. ભોગ બનનારના આક્ષેપો પુરવાર થયેલ નથી. શિક્ષાપાત્ર ગુનાઓ આચરેલ હોવા અંગે સત્યતા સબળ વિશ્ર્વાસનીય પુરાવો રજુ કરવામાં નિષ્ફળ ગયેલ હોય મોરબીના સ્પે. જજ પંડયાભાઈએ આરોપીને નિર્દેાષ છોડી મુકવાનો હત્પકમ કરેલ છે. આરોપી રમેશ યાદવના વકીલ તરીકે કલ્પના બજાણી રોકાયેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application