મોરબી તાલુકાના સરતાનપર રોડ પર બે દિવસ પૂર્વે ધોળે દિવસે લૂંટની ઘટના બની હતી જેનો ભેદ ઉકેલાઈ ગયો છે. મોરબીના માણેકવાડા ગામના ફાક રજાકભાઈ સુમરા (ઉ.વ.૨૬) નામનો યુવાન મની કલેકશન કામગીરી કરતો હોય અને ગત તા. ૧૮ના રોજ બપોરે સરતાનપર રોડ સેન્સો ચોકડી પર એકટીવા લઈને જતા હતા ત્યારે સ્વીટ કારમાં આવી એકટીવા પાછળ ટક્કર મારી કારમાંથી ત્રણ અજાણ્યા ઇસમો લૂંટ કરી નાસી ગયા હતા મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી.મોરબી તાલુકા પોલીસ ટીમે ગુનો ડિટેકટ કરવા સઘન તપાસ ચલાવી હતી જેમાં ફરિયાદીએ છેલ્લ ે સેન્સો ચોકડી પાસે આવેલ બાબા રામદેવ મોબાઈલ દુકાનેથી કલેકશન કયુ હતું જેથી બાબા રામદેવ મોબાઈલ દુકાનના માલિક પર શંકા જત્ાાં વોચ રાખ્યા બાદ પોલીસ મથક લાવી પૂછપરછ કરતા આરોપી હેમરાજ અને જશારામ એક બીજાના મિત્ર હોય જેથી લૂંટને અંજામ આપવા પ્લાન બનાવ્યો હતો અને જશારામે રાજસ્થાનથી તેના માણસોને બોલાવી એક માણસ લોકલ રાખ્યો હતો બંનેએ ફરિયાદીની રેકી કરેલ અને કલેકશન લઈને નીકળે ત્યારે જશારામને જાણ કરવી જેથી બનાવના દિવસે ફરિયાદી રામદેવ મોબાઈલથી નીકળ્યો ત્યારે જશરાજને ફોનથી જાણ કરી હતી અને અગાઉથી બનાવેલા પ્લાન મુજબ અગાઉથી તેના મળતિયા આરોપીઓને બોલાવેલ હોવાથી સ્વીટ કારમાં ત્રણ ઇસમોએ બનાવને અંજામ આપ્યો હતો.આરોપીઓને જશરાજે ૨૦,૦૦૦ આપ્યા તેવી કબુલાત આપી હતી અંજામ આપી જસરાજ, માંગીરામ, ધનારામ અને ભૂદેવ ચારેય પાનેલી–સરતાનપર રોડ પર મેલડી માતાજી મંદિરે એકત્ર થયા હતા અને લૂંટના પિયા પૈકી ૧,૧૦,૦૦૦ જશરાજએ લઇ લીધા હતા અને પોતે જતો રહ્યો બાકીના આરોપીઓ સ્વીટ કાર લઈને ભાગી ગયા હતા આરોપી જસરાજ ઉર્ફે જસવતં પોતાના ભાગમાં આવેલ લૂંટની રકમ પૈકી ટીપ્સ આપવામાં મદદ કરનાર હેમરાજને ૨૦,૦૦૦ આપ્યા હતા અને પોતે ૯૦,૦૦૦ રાખ્યા હતા આરોપી ભૂદેવ વડોદરા હોવાની બાતમી મળતા ટીમને રવાના કરી રીકેન ઉર્ફે ભૂદેવ સંજય દવે રહે જાંબુડિયા તા. મોરબી વાળાને ઝડપી લીધો હતો અને રોકડ ૪૫,૦૦૦ અને મોબાઈલ મળી આવ્યા હતા.મોરબી તાલુકા પોલીસે આરોપીઓ હેમરાજ ઉર્ફે હેમારામ સોનારામ મેઘવાળ, જસરાજ ઉર્ફે જસવતં પુરારામ ચૌધરી રહે બંને રાજસ્થાન અને રીકેન ઉર્ફે ભૂદેવ સંજય દવે એમ ત્રણ ઇસમોને ઝડપી લઈને રોકડ ૧,૫૫,૦૦૦ અને મોબાઈલ કીમત ૩ કીમત ૬૦,૦૦૦ નો મુદામાલ જ કર્યેા છે અન્ય આરોપીઓ માંગીલાલ ઉર્ફે મનોજ અને ધનારામને ઝડપી લેવા તપાસ ચલાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application