મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલ સહિત 10 અરોપીની ડિસ્ચાર્જ અરજી મોરબી સેશન્સ કોર્ટે ફગાવી

  • April 29, 2025 05:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરબી ઝુલતો પુલ દુર્ઘટના કેસમાં મોરબી સેશન્સ કોર્ટે જયસુખ પટેલ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી છે. આરોપીઓએ તેમની સામે નોંધાયેલી આઈપીસી કલમો હેઠળ ગુનો બનતો નથી તેવી દલીલ સાથે ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી. ગત બુધવારે અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલ વિજય જાનીએ કરેલી દલીલો અને રજૂ કરેલા વિવિધ કોર્ટના ચુકાદાઓને ધ્યાનમાં લઈને કોર્ટે આ નિર્ણય લીધો છે. ટ્રેજેડી વિક્ટિમ એસોસિએશને નગરપાલિકા અને કલેક્ટરને પણ આરોપી તરીકે જોડવા માટે અરજી કરી છે.


શું છે મામલો?



30 ઓકટોબર, 2022ના રોજ મોરબીનો ઝૂલતો બ્રિજ તૂટતા 135 લોકોના મૃત્યુ થયા હતાં. જેમાં પોલીસે 10 આરોપીઓ સામે FIR નોંધી હતી. આ 10 આરોપીઓ પૈકી મોરબી ઝૂલતાં બ્રિજનું મેનેજમેન્ટ કરનાર ઓરેવા કંપનીના 2 મેનેજર, 2 કલાર્ક, 3 સિક્યુરિટી ગાર્ડ અને બ્રિજનાં કલરકામ સાથે સંકળાયેલા 1 વ્યક્તિ એમ મળીને કુલ 8 લોકોને હાઈકોર્ટ જામીન આપી ચૂકી છે. જ્યારે મુખ્ય આરોપી જયસુખ પટેલના જામીન હાઇકોર્ટે 19 ડિસેમ્બરે ફગાવી દીધા હતા. જયસુખ પટેલ ઉપર IPCની કલમ 304, 308, 337 અને 114 વગેરે કલમ લાગેલી છે. એક વર્ષથી વધુ સમયથી જેલમાં બંધ રહ્યા બાદ સુપ્રીમ કોર્ટે તેને જામીન આપ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application