BREAKING NEWS

વાંકાનેરના કણકોટ ગામે ખનીજ ચોરી કરનાર બે શખસોને ઝડપી પાડતી મોરબી એલસીબી

  • June 08, 2026 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીમાં રાજકોટ રેન્જ આઇ.જીની ટીમે ખનીજ માફિયાઓ સામે સઘન કાર્યવાહી કર્યા બાદ મોરબી એલસીબીએ પણ ખનીજ માફિયાઓ સામે લાલ આખં કરી દરોડા પાડા હતા જેમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે પોલીસ અને ખાણ–ખનીજ વિભાગ દ્રારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ  કાર્યવાહીના ભાગપે મોરબી એલસીબી ટીમે ખાણ–ખનીજ વિભાગ સાથે સંયુકત દરોડો પાડી વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાંથી બે શખ્સોને ગેરકાયદેસર ખનન કરતા ઝડપી પાડા હતા.
મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાણ–ખનીજ વિભાગની ટીમ વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાં બિલેશ્વર મહાદેવ મંદિર તરફ જવાના કાચા રસ્તા પાસે આવેલા વોકળા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.  દરમિયાન સ્થળ પરથી ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું.
ટીમે સ્થળ પરથી ખનન કાર્યમાં ઉપયોગમાં લેવાતું જેસીબી (નં.જીજે ૩૬ એસ ૨૨૪૬) કિંમત . ૩૦ લાખ તેમજ ડમ્પર (ન.ં જીજે ૦૨ એકસ એકસ ૬૪૪૨) કિંમત . ૨૫ લાખ મળી કુલ . ૫૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. આ ગેરકાયદેસર ખનીજ ચોરીમાં સંડોવાયેલા  પૃથ્વીરાજસિંહ ભગવતસિંહ ઝાલા અને મહેન્દ્રભાઈ કાળુભાઈ મકવાણાને ઝડપી પાડી તેમની સામે ખાણ–ખનીજ સંબંધિત કાયદા હેઠળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી પોલીસ અને ખાણ–ખનીજ વિભાગે સ્પષ્ટ્ર કયુ છે કે  ગેરકાયદેસર ખનન, ખનીજ ચોરી અને કુદરતી સંપત્તિના દુપયોગ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે અને આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી યથાવત રાખવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application