ઘરેથી નીકળી ગયેલી પરિણીતાનું પતિ સાથે મિલન કરાવતી મોરબી અભયમ ટીમ

  • February 13, 2025 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીમાં પતિ સાથે ઝગડો થતા ઘરેથી નીકળી ગયેલી પરિણીતાને ૧૮૧ અભયમ ટીમ દ્રારા કાઉન્સિલિંગ કરી સલામત ઘરે પહોંચાડી પતિ સાથે મિલન કરાવ્યું હતું. એક સન વ્યકિત દ્રારા ૧૮૧ માં ફોન આવેલ કે એક મહિલા મળી આવેલ છે અને તેને મદદની જર છે, જે ફોનના આધારે ૧૮૧ ટીમમાં કાઉન્સિલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ જયશ્રીબેન તેમજ પાયલોટ જીગરભાઈ સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યાં હાજર વ્યકિતએ જણાવ્યું હતું કે, મહિલા કયારના એકલા ઉભા છે અને રડી રહ્યા છે. ૧૮૧ના કાઉન્સિલરએ મહિલાને સાંત્વના આઆપ્યા બાદ કાઉન્સિલિંગ કરતા જણાવ્યું હતું કે, પોતે મૂળ ઓડિશાની છે અને અહીં પતિ સાથે કંપનીમાં કામ કરવા માટે આવી છે. પતિ સાથે ઝઘડો થતાં પતિને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ છે . કાઉન્સિલર દ્રારા પરિણીતાને સલાહ સુચન માર્ગદર્શન આપી સમજવામાં આવી હતી કે હવે પછી પતિને જાણ કર્યા વગર ઘરેથી નીકળશે નહીં બાદમાં પરિણીતાએ જણાવ્યા મુજબના સરનામા પ્રમાણે ત્યા પહોંચી હાજર પતિને સોંપી હતી. અને પતિનું કાઉન્સિલિંગ કરતા તેમણે જણાવેલ કે પત્ની જાણ કર્યા વગર નીકળી ગયા બાદ આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને પૂછપરછ કરી હતી પરંતુ કાંઈ ખબર મળી નહતી. પોતે પણ ચિંતિત હતો . ૧૮૧ ટીમ દ્રારા પતિને સલાહ સૂચન અને માર્ગદર્શન આપી પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપી તેમજ તેમની પત્ની જોડે ઝગડો ના કરવા જણાવી હવે પછી પત્નીનું ધ્યાન રાખે જેથી હવે પછી આવી રીતે ઘરેથી ના નીકળે તેમજ મહિલાએ પણ જણાવેલ કે હવે પછી તેમના પતિ ને કહયા વગર કયારેય નીકળશે નહીં તેવું જણાવે અને રાજી ખુશીથી પતિ સાથે રહેવા જણાવ્યું હતું. આમ મહિલાનુ પતિ સાથે મિલન કરાવતા ૧૮૧ અભયમ ટીમનો આભાર માન્યો હત



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application